અમદાવાદના પ્રહલાદનગર ફાયર સ્ટેશનમાં ફરજ બજાવતા ડિવિઝનલ ફાયર ઓફિસર ઈનાયત શેખને 65 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપવામાં આવ્યા છે. એન્ટી કરપ્શન બ્યૂરો (ACB) દ્વારા ગોઠવાયેલ છટકામાં ફાયર ઓફિસરને લાંચ લેતા ઝડપી લેવામાં આવ્યો હતો.
શું છે સમગ્ર મામલો?
એક ખાનગી કન્સલ્ટન્ટ, જે બિલ્ડિંગ માટે ફાયર NOC મેળવવાનું કામ કરે છે, તેણે ફાયર વિભાગમાં જરૂરી દસ્તાવેજો રજૂ કર્યા હતા. જો કે, ડિવિઝનલ ફાયર ઓફિસર ઈનાયત શેખે NOC મંજુર કરવા માટે 80,000 રૂપિયાની લાંચની માંગણી કરી હતી. ફરિયાદીએ પ્રાથમિક તબક્કે લાંચ આપવા ઈનકાર કર્યો, છતાં NOC મંજુર કરવામાં આવી.
ફાયર ઓફિસરે ફરીથી માંગ્યો દંડ!
NOC મંજુર થયા બાદ ઈનાયત શેખ ફરી ફરીને ફરિયાદી પાસેથી 65,000 રૂપિયાની લાંચની માંગણી કરતા રહ્યા. જો કે, વારંવાર ધમકીઓ મળતા અંતે ફરિયાદીએ ACBનો સંપર્ક સાધ્યો.
ACBનો છટકો અને રંગેહાથ ધરપકડ
ફરિયાદની આધારે ACBએ આજે, 22 ફેબ્રુઆરી 2025ના રોજ, લાંચ લેતી વખતે ઈનાયત શેખને રંગેહાથ ઝડપી પાડ્યો. આ ઓપરેશનમાં અમદાવાદ ACB ટીમે મહત્વની ભૂમિકા નિભાવી હતી.
તપાસ ચાલુ, વધુ ખુલાસા શક્ય
ACB અધિકારીઓએ જણાવ્યું કે આ કેસમાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને સંભવિત અન્ય વ્યક્તિઓની સંડોવણી પણ સામે આવી શકે છે.
આગામી સમાચાર માટે જોડાયેલા રહો! 🚨