
અમરેલી જિલ્લામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ભારત રત્ન ડો. બાબા સાહેબ આંબેડકર જન્મજયંતિ નિમિત્તે યુવા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું.
આ સંમેલન જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણીના અધ્યક્ષસ્થાને શાંન્તાબા મેડિકલ કોલેજ હોલ, અમરેલી ખાતે યોજાયું.
પ્રદેશ ભાજપ તરફથી પૂર્વ મંત્રી ગોવિંદભાઈ પટેલ તથા પ્રભારીશ્રી વંદનાબેન મકવાણા વિશેષ ઉપસ્થિતિમાં હાજર રહ્યા.
સંમેલનમાં ડો. આંબેડકરના જીવન, તેમનું કોંગ્રેસ દ્વારા અપમાન અને ભાજપ દ્વારા મળેલા સન્માન, તેમજ બંધારણ પ્રત્યે બંને પક્ષોની નીતિ-વિશ્લેષણात्मक ચર્ચાઓ કરવામાં આવી.
આ પ્રસંગે જિલ્લા મહામંત્રી મેહુલભાઈ ધોરાજીયા, ભુપેન્દ્રભાઈ બસીયા, મનોજભાઈ મહીડા, મયુરભાઈ માંજરીયા, મહેન્દ્રભાઈ બગડા સહિત યુવા ભાજપના કાર્યકરો, વિદ્યાર્થીઓ અને સંગઠનના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા.
એહવાલ: સંજય વાળા, ધારી (અમરેલી)