અલંગ પોલીસ સ્ટેશન વિસ્તારના અલંગ શીપયાર્ડમાં થયેલ હત્યા કાંડના આરોપી ટેકલાલ સોના મહતો (ઉંમર ૪૭) ને ભાવનગર જિલ્લા પોલીસની ટીમે સફળતા પૂર્વક શિહોરમાંથી પકડી પાડ્યો છે.
📌 ઘટના વિગત:
તા.૨૪/૦૮/૨૦૨૫ ના રાત્રે ૧૦ વાગ્યાથી તા.૨૫/૦૮/૨૦૨૫ ના બપોરે ૧૨:૩૦ દરમિયાન આરોપી ટેકલાલે તેના રૂમમેટ યોગેન્દ્ર સલમતમાલી સૈની પર શંકા લીધી હતી કે તેણે તેની પાસે રહેલ રૂ.૪,૦૦૦/- ચોરી કર્યા છે. આ શંકાને કારણે ટેકલાલે પોતાના મિત્રને બોથડ પદાર્થ વડે કપાળ અને મોઢા પર ગંભીર ઈજાઓ પહોંચાડી હત્યા કરી નાખી હતી.
📌 પોલીસની કાર્યવાહી:
હત્યા બાદ, ભાવનગર રેન્જના આઈ.જી.પી. ગૌતમ પરમાર અને જિલ્લા પોલીસ અધિક્ષક નીતેશ પાંડેયના માર્ગદર્શન હેઠળ આરોપીને ઝડપી લેવા માટે વિશેષ ટીમો રચાઈ હતી. મહુવા ડિવિઝનના ઈન્યા નાયબ પોલીસ અધિક્ષક રીમા ઝાલાના માર્ગદર્શન હેઠળ અલંગ પોલીસ સ્ટેશન, એલ.સી.બી. તથા મહુવા ડિવિઝનની ટીમો ઝારખંડ સહિત વિવિધ સ્થળોએ આરોપીની શોધખોળમાં રવાના કરવામાં આવી હતી.
માનવીય સ્રોતો તથા ટેકનિકલ સ્રોતોની મદદથી તપાસ આગળ વધતા આરોપી ટેકલાલ સોના મહતો શિહોર ખાતે મળી આવતા તેને કાયદેસરની કાર્યવાહી સાથે અટકાયત કરવામાં આવી છે.
📌 પકડાયેલ આરોપીનું નામ:
ટેકલાલ સોના મહતો, ઉંમર-૪૭, રહે. મડમો, પોસ્ટ ખેતકો, થાણા વિષ્ણુગઢ, જિ.હજારીબાગ, ઝારખંડ, હાલ રહે. અલંગ શીપયાર્ડ, પ્લોટ નં. ૨૪(O), તા.તળાજા, જિ.ભાવનગર
📌 કાર્યવાહી કરનાર પોલીસ ટીમ:
પો.ઇન્સ. એ.આર.વાળા
પો.સબ ઇન્સ. આર.એ.વાઢેર, વી.સી. જાડેજા
એ.એસ.આઇ. પી.પી.ગોહિલ
હેડ કોન્સ. જે.જી. ચૌહાણ
પો.કોન્સ. યોગરાજસિંહ મહેન્દ્રસિંહ ગોહિલ, ઉપેન્દ્રભાઇ રણજીતભાઇ ટાંક, તેજપાલસિંહ નરેન્દ્રસિંહ ગોહિલ, હરીચન્દ્રસિંહ દિલુભા ગોહિલ, પ્રજ્ઞેશભાઇ યોગેશભાઇ પંડયા, બનેસંગભાઇ ભુપતભાઇ મોરી, હરપાલસિંહ ભગીરથસિંહ સરવૈયા, મુકેશસિંહ ઘનશ્યામસિંહ ઝાલા
આ કામગીરીને કારણે ભાવનગર જિલ્લા પોલીસે એક ગંભીર હત્યા કાંડમાં ઝડપી અને અસરકારક કામગીરી કરી આરોપીને કાયદાની પકડમાં લાવવાની નોંધપાત્ર સફળતા મેળવી છે.
અહેવાલ : સતાર મેતર, ભાવનગર