ભાવનગર
ભાવનગર શહેર પાલનપુર તથા સુરત શહેરમાં દાખલ થયેલ ઘરફોડ ચોરીઓના આરોપીઓને સોના ચાંદીના દાગીના, મોબાઈલ ફોન અને રોકડા રુપિયા સહીત કુલ કિં.રૂ.૪,૫૯,૮૦૦/-ના મુદ્દામાલ સાથે ઝડપી લેતી ભાવનગર એલ.સી.બી તથા પેરોલ ફર્લો સ્કવોડ
પેરોલ ફર્લો સ્કવોડ તથા એલ.સી.બી ના માણસો ભાવનગર શહેર વિસ્તારમાં વણ શોધાયેલ મિલ્કત સંબંધી ગુન્હાઓનાં શકદારોની તપાસમાં હતાં તે દરમ્યાન ખાનગી બાતમીરાહે પોલીસ સ્ટાફને બાતમી મળેલ કે, અગાઉ ચોરીઓના ગુનામાં પકડાયેલ વિનોદ ઉર્ફે ઈગુ ધીરૂભાઈ સરવૈયા તથા મુકેશ કાનાભાઈ દેવીપુજક અક્ષરપાર્ક ચોકડી થી આગળ મેલડીમાતાજીના મંદિર પાસે બાકડા ઉપર બેઠેલ છે અને તેઓ પાસે સોના-ચાંદીનાં દાગીનાં તથા રોકડ રકમ છે. જે તેઓએ કયાંકથી ચોરીથી અથવા છળકપટથી મેળવેલ હોવાની શંકા છે.
જેને લઈને બાતમીવાળી જગ્યાંએ તપાસ કરતાં વિનોદ ઉર્ફે ઈગુ ધીરૂભાઈ સરવૈયા તથા મુકેશ કાનાભાઈ દેવીપુજક ૪,૫૯,૮૦૦/- ના મુદ્દામાલ સાથે હાજર મળી આવતાં તેઓની પુછપરછ કરતા અલગ અલગ સોનાં ચાંદી ના ઘરેણા , ચલણી નોટોનું કબુલાત કરી હતી.
જે અંગે ગુનાઓ દાખલકે કાયદયકિય કાર્યવાહી કરી બોરતળાવ પોલીસ સ્ટેશન ખાતે સોંપેલ હતા
અહેવાલ: સિદ્ધાર્થ ગોઘારી (ભાવનગર)