આંકોલવાડી કન્યાશાળા અને માધ્યમિક શાળામાં સંસ્કૃત સંવાદ સંગોષ્ઠીનું આયોજન.

તા. ૧૧ : આંકોલવાડી કન્યાશાળા તેમજ માધ્યમિક શાળામાં “સંસ્કૃત ભારતી”ના સાથયોગથી સંસ્કૃત ગૌરવ પરીક્ષા માટે one-day સંગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું.

આ સંગોષ્ઠીનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને વધુમાં વધુ સંસ્કૃત ભાષા સાથે પરિચિત કરાવવો, તેમનામાં સંસ્કૃત ભાષા પ્રત્યે રસ જગાવવો અને પૌરાણિક તથા સાંસ્કૃતિક વારસાને સમજવાનો દૃષ્ટિકોણ વિકસાવવો હતો. સંગોષ્ઠી દરમિયાન શાળાના વિદ્યાર્થીઓ તથા શિક્ષકો સાથે સંસ્કૃત ભાષાના ઉપયોગ, વ્યવહાર અને ઇતિહાસ અંગે ચર્ચા કરવામાં આવી.

પ્રેરણાદાયક સંવેદનાઓ સાથે “જયતુ સંસ્કૃતમ”, “વદતુ સંસ્કૃતમ”, “જયતુ ભારતમ” અને “વંદે સંસ્કૃત માતરમ” જેવા નારાઓ ઉદ્ઘોષિત થયા.

આ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓને સંસ્કૃત ગૌરવ પરીક્ષા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા અને સંસ્કૃત ભાષા પ્રત્યે ગર્વની ભાવના જાગૃત કરવા માટે ઉદ્દેશપૂર્ણ પ્રયાસ કર્યો હતો.


અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ