૫૦૦ વિધાર્થી – વિધાર્થીનીઓએ ભાગ લીધો ગીર સોમનાથ જિલ્લાના આંકોલવાડી ખાતે આવેલ તપોવન વિધા સંકુલ મા બ્રહ્મ સેવા સમાજ ટ્રસ્ટ મહેસાણા અને ગીર સોમનાથ જિલ્લા વહિવટી તંત્ર ના સંયુક્ત ઉપક્રમે આપતિ વ્યવસ્થાપન સેમિનાર યોજાયો હતો.
સંસ્થા ના સંચાલક રાજેશભાઈ પાનલીયા દ્વારા દિપ પ્રાગટય કરી કાર્યક્રમ ની શરૂઆત કરવામાં આવેલ આ કાર્યક્રમ મા ૫૦૦ વિધાર્થી વિધાર્થીનીઓને ઉપયોગી માર્ગદર્શન સાથે તાલીમ આપવામાં આવેલ આ કાર્યક્રમ મા સંકુલ ના વિધાર્થી ઓનેકુદરતી તેમજ માનવસર્જિત સ્થિતમાં કાળજી લેવી દુર્ઘટના સમયે કેવા પ્રકારની સાવચેતી રાખવી જોઈએ તથા સ્વ બચાવ કેવી રીતે કરી શકાય તેની પ્રેકટીકલ માહિતી આપી અને વિધાર્થી. ઓને માહિતગાર કર્યા આ કાર્યક્રમ મા બાળકો ને ડિઝાસ્ટર ને લગતી માહિતી બુક, સંકુલ બેગ આપવામાં આવેલ આ કાર્યક્રમ મા આચાર્ય સ્ટાફ પરિવાર ઉપસ્થિત રહેલ.
અહેવાલ : દિપક જોશી પ્રાંચી (ગીર સોમનાથ)