📌 સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ
📌 બોરિંગ પાઈપલાઈન નાખવાની કામગીરી દરમિયાન ચોરી થઈ
📌 ૨૨મી ફેબ્રુઆરીના સવારે બનાવ બન્યો
📍 સુરત: શહેરના આંજણા ફાર્મ વિસ્તારમાં ચોરીની ઘટના સામે આવી છે. નાયરા પેટ્રોલ પંપ નજીક બોરિંગ પાઈપલાઈન નાખવાની કામગીરી ચાલી રહી હતી, તે દરમિયાન પાઈપ અને અન્ય કિંમતી સામાન ચોરાઈ જવા પામ્યો હતો.
📌 કેવી રીતે બન્યો બનાવ?
📍 ૨૨મી ફેબ્રુઆરીના રોજ સવારે બોરિંગ પાઈપલાઈન નાખવાની કામગીરી ચાલી રહી હતી, ત્યારે અજાણ્યા શખ્સોએ ત્યાં રાખેલો પાઈપ અને અન્ય સામાન ચોરી કર્યો.
📍 આ ઘટનાને લઈ જવાબદારોએ તરત જ સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી.
📌 હાલ પોલીસ ચોરીના ગુનાની વધુ તપાસ હાથ ધરી રહી છે અને આરોપીઓના પત્તા મેળવવા માટે CCTV ફૂટેજ અને અન્ય સાધનોની મદદ લઈ રહી છે.