“આંતર રાષ્ટીય બાલિકા દિવસ” અંતર્ગત આજના દિવસે જન્મેલ લક્ષ્મી સ્વરૂપા દિકરીઓને દિકરી વધામણા કીટ વિતરણ

જૂનાગઢ

જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી જૂનાગઢ દ્રારા “બેટી બચાવો બેટી પઢાવો” યોજના અંતર્ગત જિલ્લા મહિલા અને બાળ અધિકારી શ્રી સી.જી.સોજીત્રા સાહેબ તેમજ દહેજ પ્રતિબંધક અધિકારી શ્રી બી.ડી.ભાડ સાહેબશ્રીના માર્ગદર્શન હેઠળ આજ રોજ DHEW,VMK ટીમ દ્વારા આંતરરાષ્ટ્રી બાલિકા દિવસ ઉજવણી અંતર્ગત દિકરી વધામણા કીટ વિતરણ કરી સમાજમા દીકરા દિકરીના ભેદભાવ ઘટાડવા, દિકરી જન્મને પ્રોત્સાહન મળે અને આજના દિવસે જન્મેલ લક્ષ્મી સ્વરૂપા દિકરીઓને કીટ વિતરણ સિવિલ હોસ્પિટલ જૂનાગઢ તેમજ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે કરવામાં આવી. વ્હાલી દિકરી યોજના અંગે વિગતે ચર્ચા કરી હતી. વ્હાલી દિકરી યોજના અંતર્ગત ફોર્મ ભરવામાં મુશ્કેલી પડેતો જિલ્લા ક્ક્ષાનો સંપર્ક અર્થે સંર્પક નંબર પણ આપવામાં આવ્યા.

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)