આઈ.સી.ડી.એસ.શાખા મહા નગરપાલિકા જુનાગઢ દ્વારા પોષણ માહ–૨૦૨૪ની ઉજવણી કરાઈ.

જૂનાગઢ

ભારત સરકારશ્રી તેમજ ગુજરાત સરકારશ્રીના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા દર વર્ષે પોષણ અભિયાન અંતર્ગત વર્ષના સપ્ટેમ્બર માસમાં પોષણ માહ ની ઉજવવામાં આવે છે. સરકારશ્રી દ્વારા પોષણ માહ થકી સગર્ભા, ધાત્રી માતાઓ, ૦ થી ૬ વર્ષના બાળકો, તેમજ કિશોરીઓના પોષણ સ્તરમાં સુધારો લાવવા કટ્ટીબધ્ધ છે. આ પોષણ માસ દરમિયાન વિવિધ પ્રવૃતિનું આયોજન કરી જન આંદોલન દ્વારા લોકોને પોષણ અંગે જાગૃત કરવા માટે પ્રયાસ કરવામાં આવે છે. આઈ.સી.ડી.એસ.શાખા, મહાનગરપાલિકા, જુનાગઢ દ્વારા પણ પોષણ માહ–૨૦૨૪ ની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી રહી છે. જે અનુસંધાને આજ તા.૦૪-૦૯-૨૦૨૪ ના રોજ મહાનગરપાલિકા, જુનાગઢ હેઠળના તમામ આંગણવાડી કેન્દ્રો ખાતે પોષણ માસની કેન્દ્રિત થીમ “પોષણ ભી પઢાઈ ભી” દ્વારા બાળકોને જાગૃત કરવા પૂર્વ પ્રાથમિક શિક્ષણની થીમ મુજબ વિવિધ પ્રવૃતીઓ કરાવવામાં આવેલ જેમાં બાળકોને પુરૂતું જ્ઞાન મળી રહે તે હેતુસરની પ્રવૃતીઓ કરાવવામાં આવેલ આ ઉપરાંત આંગણવાડી કેન્દ્રો ખાતે સગર્ભા અને ધાત્રી માતાઓની હાજરીમાં મહિલા અને સ્વાસ્થ્ય મીટીંગનું આયોજન કરવામાં આવેલ જેમાં પ્રોગ્રામ ઓફિસરશ્રી દ્વારા સગર્ભા તેમજ ધાત્રી માતાઓને પોષણ તેમજ આરોગ્ય વિષયક માર્ગદર્શન આપવામાં આવેલ તથા પોષણ સપથ પણ લેવડાવવામાં આવેલ. સમગ્ર પોષણ માસ ની તમામ ઉજવણીનું સફળ સંચાલન આઈ.સી.ડી.એસ. શાખાના પ્રોગ્રામ ઓફીસરશ્રી વત્સલાબેન દવેના માર્ગદર્શન હેઠળ આઈ.સી.ડી.એસ.ની ટીમ દ્વારા કરવામાં આવે છે.

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)