આઈ.સી.ડી.એસ.શાખા મહા નગરપાલિકા જુનાગઢ દ્વારા “૭મો રાષ્ટ્રીય પોષણ માહ” – ૨૦૨૪ ની વિવિઘ કાર્યક્રમો થકી ઉજવણી.

જૂનાગઢ

આઈ.સી. ડી.એસ. શાખા, મહાનગર પાલિકા જુનાગઢ દ્વારા વિવિધ કાર્યક્રમો થકી ૭મો રાષ્ટ્રીય પોષણ માહ–૨૦૨૪ની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અનુસંધાને તા.૧૨/૦૯/૨૦૨૪ ના રોજ આઈ.સી.ડી.એસ. શાખાના તાબા હેઠળના ઘટક જુનાગઢ-૧ (અર્બન) ના ટીંબાવાડી સેજા કક્ષાની ટીંબાવાડી પ્રાથમિક શાળા ખાતે પોષણ માહ – 2024 ની ઉજવણી કરવામાં આવેલ સદર ઉજવણીમાં પ્રોગ્રામ ઓફિસરશ્રી વત્સલાબેન દવે હાજર રહી આઈ.સી.ડી.એસ. યોજના હેઠળ નોંધાયેલ અતિ અને મધ્યમ કૂપોષિત બાળકોના વાલીઓ સાથે પોષણ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવેલ તેમજ પોષણ શપથ લેવડાવવામાં આવેલ

વધુમાં મહાનગરપાલિકા, જુનાગઢ હેઠળના તમામ આંગણવાડી કેન્દ્રો ખાતે આજ પોષણ માહ -૨૦૨૪ ની ઉજવણી કરવમાં આવેલ જેમાં આંગણવાડી કેન્દ્રો ખાતે પુર્ણા યોજના અંતર્ગત નોંધાયેલ કિશોરીઓને આંગણવાડી કાર્યકર તેમજ મુખ્યસેવિકા બહેનો દ્વારા જીવન કૌશલ્ય વર્ધક તાલીમ આપવામાં આવેલ તેમજ કિશોરીઓને એનીમિયા વિશે સમજણ આપવામાં આવેલ

સમગ્ર પોષણ માસની તમામ ઉજવણીનું સફળ સંચાલન આઈ.સી.ડી.એસ. શાખાના પ્રોગ્રામ ઓફીસરશ્રી વત્સલાબેન દવેના માર્ગદર્શન હેઠળ આઈ.સી. ડી.એસ.ની ટીમ દ્વારા કરવામાં આવે છે.

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)