આકરી ગરમી વચ્ચે સુરતની લાજપોર જેલમાં કેદીઓ અને મુલાકાતીઓ માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું
સુરત :
સુરત શહેરમાં અકારી ગરમી પડી રહી છે તાપમાન નો પારો 40 ડિગ્રી એ પોંચ્યો છે ત્યારે લોકો ગરમી થી શેકાઈ રહ્યા છે હેરાન પરેશાન છે અને હીટસ્ટોક નો શિકાર પણ બની રહ્યા છે ત્યારે લાજપોર જેલના કેદીઓ ઓ પણ આ આકરી ગરમી થી હેરાન છે ત્યારે કેદીઓ હિટસ્ટોક ના શિકાર નહિ બને તે માટે લાજપોર જેલ તરફ થી ખાસ આયોજન કરવામાં આવ્યું છે.
સુરત શહેરની કાળઝાળ ગરમી થી લોકો હેરાન પરેશના છે ત્યારે લાજપોર જેલના કેદી માટે જેલ પ્રશાશન તરફથી ગરમી થી બચવા માટે અને હીટસ્ટ્રોક નહિ થાઈ તે માટે ખાસ આયોજન કરવામાં આવ્યું ખાસ કેદી અને તેના પરિવાર ના લોકો મુકાકાત એ આવતા હોઈ છે તેને ગરમીથી બચવા માટે આયોજન કરવામાં આવ્યું જેલ ની બહાર અને અંદર ગ્રીન સેડ઼ો બનાવામાં આવ્યા છે સાથે જ કેદીઓ માટે છાસ અને લીંબુ પાણી નું વિતરણ કરવામાં આવી રહ્યું છે જેને લઇ કેદીઓ અને કેદીને મળવા આવી રહેલા પરિવાર ઓ રાહત અનુભવી રહ્યા છે ત્યારે હવામાન વિભાગે પણ હજી પણ ત્રણ થી ચાર દિવસ હજી ગરમી થી રાહત નહિ મળે તેવું જણાવ્યું છે.
અહેવાલ :- અશ્વિન પાંડે (સુરત)