સુરત :
ચોમાસુ જેમ-જેમ નજીક આવતું જાય છે તેમ -તેમ વાતાવરણમાં પલટો અને વરસાદના આગમનની તૈયારીઓ નજરે પડતી જોઈ શકાય છે. આગામી 24 કલાક દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે 40 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે તેવી ચેતવણી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે.
હવામાન વિભાગ અનુસાર સુરત, નવસારી, વલસાડમાં 5 દિવસ વાદળછાયું વાતાવરણ રહેશે. ધૂળ ઊડતાં વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ ઉપરાંત સમુદ્ર કાંઠા સિવાયના અન્ય વિસ્તારોમાં પણ 25 થી 30 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે.
ચેતવણીના પગલે સુરત ખાતે ડિઝાસ્ટર વિભાગ કાર્યરત કરવામાં આવ્યું છે. તમામ ઝોન વિભાગના અધિકારીઓ સાથે સંકલન કરવા મામલદાર સહિતની ટીમ તૈનાત કરવામાં આવી છે.
અહેવાલ :- અશ્વિન પાંડે (સુરત)