આગાહી સાચી ઠરી: કમોસમી વરસાદે પપૈયા, બાજરીના પાકનો સોથ વાળ્યો.

બનાસકાંઠા જિલ્લામાં થયેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોને નુકશાન વેઠવાનો વારો આવ્યો છે વાવાઝોડાના કારણે જિલ્લામાં પપૈયા, બાજરી અને એરંડાના પાકને વ્યાપક નુકશાન થયું છે.

પાકને વ્યાપક નુકશાન

પાલનપુરના ધાણધાર પંથકમાં ગઈ કાલે સાંજે ભારે પવન સાથે કમોસમી વરસાદ થયો અને ધાણધા, જલોત્રા, ધનપુરા સહીતના વિસ્તારોમાં ખેડૂતોના ખેતરમાં ઉભેલા પાકનો સોથો વાળી દીધો છે. ભર ઉનાળે કમોસમી વરસાદ થતાં ખેડૂતોની હાલત દયનિય બની છે.

ખેડૂતોની મહેનત પાણીમાં

હવામાન વિભાગ દ્વારા બનાસકાંઠા જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી હતી જે સાચી ઠરી હતી અને આગાહી અનુસાર જિલ્લામાં વાવાઝોડા સાથે કમોસમી વરસાદ પડ્યો હતો જેમાં પાલનપુરના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ થતા પાલનપુરના ધાણધા, જલોત્રા, ધનપુરા સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે કમોસમી વરસાદે ભારે નુકશાન કર્યું છે ત્યારે કહી શકાય કે મોંઘાદાટ બિયારણ લાવી મહામહેનતે વાવેલો પાક ખેડૂતોના હાથમાંથી જતો રહેતા હવે ખેડૂતોને માથે હાથ મૂકીને રોવાનો વારો આવ્યો છે.

અહેવાલ :- અયુબ પરમાર (બનાસકાંઠા)