આજથી સાસણ ગીર સફારી પાર્કમાં ફરી સિંહ દર્શનની શરૂઆત કરાઈ. 4 મહિનાના સિંહના વેકેશન બાદ ફરી આજથી પ્રવાસીઓ હવે સફારી પાર્કની મજા લઇ શકશે.

જુનાગઢ

આજે વહેલી સવારે સાસણ સિંહ સદન ખાતે વન વિભાગના અધિકારીઓ દ્વારા પ્રવાસીઓનું ફૂલ આપી સ્વાગત કરવામાંઆવેલ બાદમાં પ્રવાસી ઓની જીપસીઓને હરી ઝંડી અપાઈ હતી.પ્રથમ દિવસે જ ગીર સફારીનો આનંદ લેવા પ્રવાસીઓમાં ભારે ઉત્સાહ જોવા મળેલ..ન માત્ર ગુજરાત પરંતુ દેશ ભરના ખૂણે ખૂણે થી પ્રવાસીઓ આવેલ..જંગલમાં સિંહની લટાર જોઈ એક અલગ અનુભવ કરેલ હોવાનું જણાવેલ..

આ તકે વન વિભાગ દ્વારા જણાવવામાં આવેલ કે સિંહ દર્શનને લઈને પ્રવાસીઓમાં ભારે ઉત્સાહ છે.. આગામી 2 મહિના સુધી અત્યારથી જ ઓન લાઈન બુકીંગ એડવાન્સમાં થઇ ગયેલ..પ્રવાસીઓને જંગલમાં સફારી પાર્કમાં જવા માટે 4 સિટર,, 6 સિટર અને 8 સિટર જીપ્સીની વ્યવસ્થા કરાઈ હોવાનું જણાવવામાં આવેલ.. દિવસમાં સવારે 6.30,, બાદમાં 9.30 અને બપોર 3.30 કલાકે એમ કુલ 3 સ્લોટમાં પ્રવાસીઓને જીપ્સી દ્વારા સફારી પાર્કમાં પ્રવેશ આપવાની વ્યવસ્થા કરાઇ છે.મહત્વનું છે કે સાસણ ગિર સ્થિત સફારી પાર્ક એ એંશીયાઈ સિંહ માટેનું મહત્વનું સ્થળ છે.. જે સિંહ પ્રેમી માટેનું પસંદગીનું સ્થળ મનાઈ છે..ઉલ્લેખનીય છે કે દર વર્ષે ચોમાસામાં 4 મહિના સફારી પાર્કમાં પ્રવાસીઓ માટે પ્રવેશ નિષેધ રાખવામાં આવતો હોય છે..

અહેવાલ : -જગદીશ યાદવ (જુનાગઢ)