આજ રોજ ગેરકાયદેસર બાંધકામને જિલ્લા કલેકટર ના આદેશ થી તોડી પાડવાની કામગીરી ઉના નગર પાલિકા દ્વારા કરવામાં આવી.

ગીર સોમનાથ

ઊના શહેરમાં બે દિવસ પેલા જિલ્લા કલેકટરના આદેશથી જિલ્લા પુરવઠા અધિકારી તેમજ ઉના પ્રાંત અધિકારી તેમજ મામલતદાર એ ઉનાના ધૂળકોટિયા વિસ્તાર માં પાણી ટાંકા પાસે આવેલ ગેરકાયદેસર બાંધકામ કરેલ ગોડાઉન માં રેડ કરેલ.આ રેડમાંથી શંકાસ્પદ અનાજનો ૧૯૪ કટ્ટા તેમજ વિદેશી દારૂનો ૧૩૫૩ જથ્થો મળી આવેલ.આ કામગીરીમાં ઉના પ્રાંત અધિકારી,ઉના મામલતદાર તેમજ ઉના પોલીસ સ્થળ ઉપર હાજર રહી છે.
હાલ આ ગોડાઉનની તોડી જમીન દોસ્ત કરી દેવામાં આવ્યું છે..

અહેવાલ:- હુસેન ભાદરકા (ગીર સોમનાથ)