આદિવાસી સમાજની મહિલાઓ વિરુદ્ધ ઝેર ઓકતી અભદ્ર ટિપ્પણીઓ કરનાર વનરાજ ઠાકોર(કોળી)વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ અને ભારતીય ન્યાય સંહિતા હેઠળ કાયદાકીય કાર્યવાહી કરવા આદિવાસી સમાજ,ખેરગામ વિભાગ દ્વારા માંગ કરવામાં આવી.
છેલ્લા થોડા દિવસોથી સોશિયલ મીડિયામા ઇન્સ્ટાગ્રામ અને થ્રેડ ના mr_vanraj_thakor_305 નામના એકાઉન્ટ પરથી વનરાજ ઠાકોર નામના ઈસમ દ્વારા સમગ્ર આદિવાસી સમાજની મહિલાઓ વિરુદ્ધ અતિશય અશ્લીલ ભાષા વાપરી વિડીયો વાયરલ કરવામાં આવ્યા હતાં. જેને લઈને આદિવાસી સમાજના સામાન્ય લોકો અને આગેવાનોમા ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો.આ બાબતે ખેરગામ તાલુકાના સમસ્ત આદિવાસી સમાજ પ્રમુખ મિન્ટેશ પટેલ,અશ્વિનભાઇ માજી સરપંચ,મહામંત્રી કાર્તિક પટેલ,ડો. કૃણાલ પટેલ,કીર્તિ પટેલ,રાજીવભાઈ,મુકેશ પટેલ,દલપત પટેલ,ઉમેશ પટેલ મોગરાવાડી,ધનસુખભાઇ પટેલ,ઉમેશ પટેલ વાડ,જીતેન્દ્ર,જીજ્ઞેશ પ્રધાન,ભાવેશ પટેલ,નિતેશ પટેલ,પથિક,કૃણાલ,કાલુ,મયુર,નિતા,આશિકા સહિતના આગેવાનોએ સમસ્ત આદિવાસી સમાજ નવસારી જિલ્લાના માર્ગદર્શન હેઠળ ખેરગામ પીએસઆઈ એમ.બી.ગામિતનાઓને ફરિયાદ આપીને આરોપી વિરુદ્ધ એટ્રોસીટી એક્ટ-1989 અને ભારતીય ન્યાય સંહિતા-2023 હેઠળ કડકમાં કડક કાયદાકીય કરવાની માંગ કરી હતી,
આ પ્રસંગે મીડિયા સાથેની વાતચીતમા સમસ્ત આદિવાસી સમાજના નવસારી જિલ્લા પ્રમુખ ડો.નિરવ ભુલાભાઇ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ વનરાજ ઠાકોર(કોળી)નામના વિકૃત ઈસમ દ્વારા સમગ્ર આદિવાસી સમાજનું મહિલાઓનું અપમાન કરવામાં આવ્યું છે,જે સંપૂર્ણ નિંદનીય અને અસ્વીકાર્ય છે.અમારી ખેરગામ પોલિસને માંગ છે કે અમારા જેવા અન્યાય વિરુદ્ધ અવાજ ઉઠાવતા આવેલ સામાજિક આગેવાનો વિરુદ્ધ તમે જાતે ફરિયાદી બનીને ખોટા કેસો કરતા આવેલ હોઉં તો તમારે આ વિકૃત ઈસમની જાતે ફરિયાદી બનીને તાત્કાલિક ધરપકડ કરવામાં આવે અને કાયદાના પાઠ ભણાવવામાં આવે.અને કાયદો તમામ માટે સમાન છે એ લોકોને અહેસાસ કરાવડાવો.અત્યારે આ પોસ્ટને લઈને લોકોમાં ભારોભાર આક્રોશ પ્રવર્તી રહેલ છે.અને સમાજના લોકો ખાસ કરીને યુવાઓનો આક્રોશ જોતા કાયદોવ્યવસ્થા ખોરવાવાની પુરેપુરી સંભાવના રહેલી હોય પોલિસ વિભાગ આ મનોરોગી ઈસમની તાત્કાલિક ધરપકડ નહીં કરે તો કંઈક અઘટિત બનવાની સંભાવનાઓ રહેલી છે,માટે પહેલેથી આ ગંભીર બાબતને ગંભીરતાથી લઇ આરોપીને યોગ્ય કડકમાં કડક કાયદાકીય સજા થાય એ ખુબ જ જરૂરી છે.
રિપોર્ટ:- અંકેશ યાદવ (ખેરગામ)