આપ સમર્થક દ્વારા મહિલા પોલીસ અધિકારી વિરુદ્ધ સોશ્યલ મીડિયા પર અભદ્ર કોમેન્ટ કરનાર ૫ ઇસમોની જુનાગઢ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા અટક.

જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચે સોશ્યલ મીડિયા પર મહિલા પોલીસ અધિકારી વિરુદ્ધ જાતિય પ્રકારની અભદ્ર તથા અશોભનીય ટીપ્પણી કરનાર કુલ પાંચ ઇસમોને ઝડપી કાયદાનું ભાન કરાવ્યું છે.

🔹 આઈ.જી. નિલેશ જાડીયા તથા એસ.પી. સુબોધ ઓડેદરાની સૂચના મુજબ સોશ્યલ મીડિયા પર ગેરકાયદે અભદ્ર અને ઉશ્કેરણીજનક ટિપ્પણી કરનારાઓ સામે તગડી કાર્યવાહી હાથ ધરાઈ રહી છે.
🔹 તાજેતરમાં ફેસબુક તથા યુટ્યુબ પર વાયરલ થયેલા એક વિડીયોમાં કેટલાક યુઝરોએ મહિલા પોલીસ અધિકારીની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાના હેતુથી અભદ્ર કોમેન્ટ કરી હતી.
🔹 ટેકનિકલ ટીમે તપાસ હાથ ધરીને વિવિધ સોશિયલ મીડિયા આઈ.ડી.ની વિગતો મેળવી તાત્કાલિક કાર્યવાહી કરી.

📍 અટક કરાયેલા આરોપીઓના નામ-સરનામાં :

  1. મનોજ ડાયાભાઈ વાઘેલા – રાજકોટ (FB ID: Vaghela Manoj)

  2. અરવિંદભાઈ દાનાભાઈ સોંદરવા – રાજકોટ (FB ID: ad.sondarva.7)

  3. વિનોદભાઈ લાલભાઈ કોન્ટ્રાક્ટર – સુરત (FB ID: jalalbhai)

  4. જય ઉર્ફે જેન્તીભાઈ મુળજીભાઈ પટેલ – અમદાવાદ (FB ID: jv patel)

  5. રમેશભાઈ આંબાભાઈ રાડીયા – જુનાગઢ (FB ID: radadiya vd)

🔹 આરોપીઓની ધરપકડ દરમ્યાન તેમના મોબાઇલ ફોન કબ્જે લેવામાં આવ્યા છે.
🔹 પ્રાથમિક પુછપરછમાં આરોપીઓએ પોતે આમ આદમી પાર્ટીના સમર્થક હોવાનું કબૂલ કર્યું તથા ઈરાદાપૂર્વક અધિકારીની બદનામી માટે અભદ્ર કોમેન્ટ કર્યાની સ્વીકારોક્તિ આપી.

📍 આ કેસમાં સામેલ અન્ય એક આરોપી – નીરજ જ્યોતીન્દ્રભાઈ ટીમાણિયા, વકીલાતના વ્યવસાય સાથે સંકળાયેલા, ભાવનગરના હોવાની માહિતી મળી છે. તેમની વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી શરૂ કરાઈ છે.


👉 પોલીસ દ્વારા જણાવાયું છે કે, સોશ્યલ મીડિયા પર અભદ્રતા, અશ્લીલ ટીપ્પણી કે ખોટી ઉશ્કેરણી કરનારાને ક્યારેય છોડવામાં નહીં આવે અને કડક કાયદાકીય પગલાં લેવાશે.


📌 અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ