આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગના અધિક નિયામક બનાસકાંઠાની મુલાકાતે* 

*આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગના અધિક નિયામક બનાસકાંઠાની મુલાકાતે*

 

ગુજરાત રાજ્યના આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગના અધિક નિયામક ડો.નયન જાની બનાસકાંઠા જિલ્લાની મુલાકાતે પધાર્યા હતા. અહી તેમણે જિલ્લાની ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ પાલનપુર, બનાસ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર, ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ડીસા તથા વિવિધ આરોગ્ય કેન્દ્રોની મુલાકાત લઈ આરોગ્ય સેવાઓને સુદ્રઢ બનાવવા માર્ગદર્શન પૂરું પડ્યું હતું.

અધિક નિયામકએ બનાસકાંઠા જિલ્લાના આરોગ્યના વિવિધ પ્રશ્નો જેવા કે બાળ મૃત્યુદર, માતા મરણ, સંસ્થાકીય સુવાવડ, રસીકરણ, કુપોષણ અને આરોગ્યની સેવાઓ સુદઢ કરવા માટે ચર્ચાઓ કરી હતી તેમજ જિલ્લાના દરેક નાગરિકોનું આરોગ્ય જળવાય તે તમામ પ્રયત્નો કરવા માટેની ખાત્રી આપી હતી. તેમણે મમતા દિવસ અને ગૌરવી દિવસમાં હાજરી આપી ફીમેલ હેલ્થ વર્કરની સેવાઓ બાબતે પ્રોત્સાહન પૂરું પાડ્યું હતુ અને હાજર તમામ કિશોરીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તેમણે ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ડીસા ખાતે ચાલતા ડાયાલિસિસ સેન્ટરમાં મુલાકાત લઈ સ્ટાફ સાથે ચર્ચાઓ કરી વધુ સારી સેવાઓ દર્દીઓને કેવી રીતે આપી શકાય તે બાબતે માર્ગદર્શન પૂરું પાડયું અને હાજર તમામ અધિકારી કર્મચારીઓને સેવાના ભાવ સાથે સારવાર આપવા માટે આહવાન કર્યું હતું. તાલુકા આરોગ્ય કેન્દ્ર ડીસાની મુલાકાત દરમિયાન નમોશ્રી યોજના અને અતી જોખમી સગર્ભાબહેનોને વધુ સારી સેવાઓ આપવા માટે સુચન કર્યું હતું. તેમણે રજીસ્ટન્ટ વિસ્તારમાં રૂબરૂ મુલાકાત લઈ એક પણ લાભાર્થી આરોગ્યની સેવાઓથી વંચિત ના રહી જાય તે માટે માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું તેમ મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી જીલ્લા પંચાયત બનાસકાંઠાની અખબારી યાદીમાં જણાવાયું છે.

અહેવાલ :- ગૂજરાત બ્યુરો