રાજ્યના આરોગ્ય મંત્રી રિશીકેસ પટેલ આજે જૂનાગઢના પ્રવાસેઆવેલ.. જૂનાગઢ પ્રવાસ દરમિયાન તેઓએ સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. અહીં હોસ્પિટલમાં વિવિધ વોર્ડની મુલાકાત લઇ દર્દીઓને મળી રહેલ સારવાર અંગે જાણકારી મેળવી.
આ તકે રિશીકેશ પટેલે જણાવેલ હતું કે દર્દીઓને હાલાકી ન થાય તે માટે ડોકટરોની ભરતી પ્રક્રિયાના પ્રયાસ જૂનાગઢ સિવિલ હોસ્પિટલ માટે કરવામાં આવી રહેલ છે.આરોગ્ય ક્ષેત્રે વધુ સુવિધાઓ ઉપલબ્ધ થાય તેવા તમામ પ્રયાસ કરાઇ રહેલ છે.ઉપરાંત અવાર નવાર કેટલીક દવાઓ બહારથી ડોકટરો દ્વારા લખી આપવાના જે કિસ્સાઓ બહાર આવતા હોય છે તે અંગે આરોગ્ય મંત્રીએ કહેલ કે તમામ દવાઓ હોસ્પિટલ ખાતે જ મળી રહે તે અમારો પૂર્ણ પ્રયાસ હોય છે અને તે દિશામાં જો કોઈ ત્રુટિ હશે તો તેમનું પણ વહેલી તકે નિરાકરણ કરવામાં આવશે. આ તકે સિવિલ સુપ્રીટેન્ડન્ટ કૃતાર્થ બ્રહ્મભટ્ટ અને સ્થાનિક વહીવટી વિભાગના અધિકારીઓ પણ હાજર રહેલ.
અહેવાલ : જગદીશ યાદવ જૂનાગઢ