આવતીકાલ તા.૧૩/૦૨/૨૦૨૫ ના રોજ થી નરસિંહ મહેતા સરોવરના રોડ(એચ.પી. પેટ્રોલ પંપ થી લઈ શહિદ સ્મારક ગાર્ડન)ને રાબેતા મુજબ ખુલ્લો મૂકવામાં આવશે.

જૂનાગઢ મહાનગરપાલીકાના દ્વારા અગાઉ જૂનાગઢ શહેરની મધ્યમાં આવેલ નરસિંહ મહેતા સરોવરનું ડેવલોપમેન્ટ કરવા ડેવલોપમેન્ટ કામગીરી પૈકી શહિદ સ્મારક ગાર્ડનથી લઈ એચ.પી. પેટ્રોલ પંપ સુધીનો બંને બાજુનો રોડને અપગ્રેડેશન કરવા જાહેરહિતને ધ્યાને લેતા બંધ કરવામાં આવેલ હતો. જે કામગીરી હાલ પૂર્ણ થયેલ છે. જેમાં શહેરીજનો દ્વારા વૈકલ્પિક રુટ તરીકે ત્રીમૂર્તિ હોસ્પિટલ-એસ.ટી. સર્કલ-વૈભવ ચોક વાડા રોડને અવર-જવર કરવા ઉપયોગ કરવામાં આવે છે,


હાલ, શિવરાત્રી મેળો આવનાર હોય જેમાં શહેરમાં બહોળી માત્રામાં યાત્રાળુઓ આવનાર હોય જેને લીધે એસ.ટી. બસ- સ્ટેશન પર ઘણા-બધા વાહનોની અવર-જવર થનાર છે જેને લીધે આ વૈકલ્પીક રુટ પર બહોળા પ્રમાણમાં શહેરીજનોને ટ્રાફિક સમસ્યાનો સામનો ન કરવો પડે તથા શિવરાત્રી મેળા દરમ્યાન આ રોડ પર ટ્રાફિક સમસ્યામાં રાહત થાય તેમજ નરસિંહ મહેતા સરોવર રોડ પર અમુક અંશ સુધીનો ટ્રાફિક ડાઈવર્ટ થાય તે માટે આવતીકાલ તા.૧૩/૦૨/૨૦૨૫ ના રોજ નરસિંહ મહેતા સરોવરના રોડ(એચ.પી. પેટ્રોલ પંપ થી લઈ શહિદ સ્મારક ગાર્ડન)ને રાબેતા મુજબ ખુલ્લો મૂકવામાં આવે છે જેમાં રોડ ની બંને બાજુ જરૂરિયાત મુજબનું પાર્કિંગ બનાવવાની ભૌતિક કામગીરી પ્રગતિમાં છે જેથી સર્વે શહેરીજનોએ સાવચેતી રાખી જેવી કે વાહનો ધીમે ચલાવવા, રોડની મધ્ય લાઈનની મર્યાદામાં અવર-જવર કરવી, ટ્રાફિક ન સર્જાય તે માટે વાહનો આ રોડમાં પાર્ક ન કરવા તેમજ જૂનાગઢ મહાનગરપાલિકાને સહકાર આપી રોડ નો ઉપયોગ કરવા નોંધ લેવી.

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)