આહીર સમાજ વૈચારિક ક્રાંતિ ગ્રુપ ગીર સોમનાથ જિલ્લાની બેઠક ગ્રુપના પ્રણેતા અને ગ્રુપ એડમીન શ્રી પીઆઇ રામ સાહેબ ની ઉપસ્થિતિમાં યોજાઈ

આજ રોજ આહીર સમાજ વૈચારિક ક્રાંતિ ગ્રુપ ગુજરાતના પ્રણેતા અને ગ્રુપ એડમીન પીઆઇ રામસાહેબ ના અધ્યક્ષ સ્થાને ગીર સોમનાથ જિલ્લા ના વડા મથક વેરાવળ ગ્લોબલ ટાયર,યુનિક સ્કેવર શોપિંગ સેન્ટર ભાલપરા ચોકડી ખાતે જિલ્લા ટીમના 20 વિભાગ ના વિસ્તરણ હેતુ ગ્રુપ મિટિંગ યોજવા માં આવી.


કાર્યક્રમ ની શરૂઆત માં જિલ્લા કન્વિનર દેવાયતભાઈ ભોળા દ્વારા ગ્રુપ ના હેતુ અને પ્રાથમિક જાણકારી આપવા માં આવી.ત્યાર બાદ ઉપસ્થિત સૌએ પોતાનો પરિચય આપ્યો,અને પીઆઇ રામ સાહેબ‌ દ્વારા ગ્રામ્ય સ્તર થી લઈને રાજ્ય સ્તર સુધી ગ્રુપ ની કામગીરી અને સફળતા ની વાત કરવા માં આવી અને આવનારા સમયમાં ગ્રુપ દ્વારા જિલ્લા સ્તરે 20 વિભાગની રચના માં આહીર યુવા સામાજિક અગ્રણી તરીકે વિક્રમભાઈ પટાટ તેમજ સંસ્થા સંચાલક મંડળ માંથી દેવશી બાપા જોટવા સુપાસી ,શૈલેષભાઈ સોલંકી ગુંદરણ,બિઝનેસ વિભાગ માં અશોકભાઈ મારું,રામસીભાઈ રામ,સંજય ભાઈ વાળા , ડોક્ટર વિભાગ માંથી ડો.હિતેશ ભાઈ પંપાણિયા,ઉચ્ચ શિક્ષણ વિભાગ માં પ્રો.જે.એસ.વાળા ઉચ્ચ માધ્યમિક અને માધ્યમિક વિભાગમાં ભરતભાઈ રામ આચાર્ય સિડોકર અને ભરતભાઈ વાળા આચાર્ય આદ્રી ,પ્રાથમિક વિભાગ માંથી પરબતભાઇ ચાંડેરા અને મેણસીભાઈ જોટવા, હરસુખ પંપાણિયા, તેમજ વકીલ વિભાગ માંથી રાજુભાઈ રામ અને પ્રવીણભાઈ રામ,શરદભાઈ વાળા અને રવિભાઈ જાખોત્રા તલાટી મંત્રી ગ્રામ્ય વિભાગ માંથી હિતેશભાઈ રામ ,મહેસૂલ વિભાગ માંથી નાયબ મામલતદાર નિખિલભાઈ જાદવ અને વહીવટી કલાર્ક વિભાગ માંથી દિનેશભાઈ સોલંકી,પોલીસ વિભાગ માંથી કમલેશ ભાઈ પીઠીયા,રોહિતભાઈ ઝાલા સહિત 20 વિભાગ ની જવાબદારી સોંપવા માટે ની દરખાસ્ત કરવા માં આવી હતી.અને તેના કાર્યો ની જાણકારી આપી અને વ્યક્તિ ગત જવાબદારી સોંપવા માટે જિલ્લા ટીમ દ્વારાને કાર્યક્રમ ના અધ્યક્ષ શ્રી પીઆઇ રામ સાહેબ દ્વારા અનુમતિ આપવા મા આવી.

જેમાં વિભાગ વાઈઝ જેની નામ જોગ યાદી રાજ્ય અધ્યક્ષ અને કોર કમિટીના સભ્યો ના પરામર્શ બાદ જાહેર કરવામાં આવશે. રાજ્ય માં વિભાગ વાઈઝ ટીમ જાહેર કરનાર ગીર સોમનાથ જીલ્લો પ્રથમ હશે.આ તકે જિલ્લા ટીમ એ ધન્યતા અનુભવી હતી.પ્રાંત કોર કમિટી અધ્યક્ષ ઘનશ્યામ ભાઈ હેરભા, પીઆઇ રામ સાહેબ, મથુર ભાઈ બલદાણીયા,પ્રો. ડો વાળા સાહેબ . સૌ પ્રાંત ટીમ નો ખૂબ ખૂબ આભાર પ્રગટ કર્યો હતો. નવ નિયુક્ત જિલ્લા કોર ટીમ ને હાજર સૌ કોઈએ અભિનંદન પાઠવ્યા હતા. જિલ્લા સ્તરના આ કાર્યક્રમ ને સફળ બનાવવા માં વેરાવળ તાલુકા કન્વિનર સંજયભાઈ વાળા અને જિલ્લા કન્વિનર દેવાયતભાઈ ભોળા એ ભારે જહેમત ઉઠાવી હતી. એવું જિલ્લા સહ કન્વિનર નરેશભાઈ વાળા અને ગોવિંદભાઈ વાળા ની યાદી જણાવે છે.

અહેવાલ : દિપક જોશી પ્રાંચી (ગીર સોમનાથ)