ઇંગ્લીશ દારૂની અલગ-અલગ બ્રાન્ડની બોટલ ૯૬ બોટલ કિ.રૂ.૪૫,૬૦૦/- સહિત કુલ કિ.રૂ.૩,૫૫,૬૦૦/-ના મુદ્દામાલ સાથે બે ઇસમોને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ.

ભાવનગર

એલ.સી.બી. પોલીસ સ્ટાફનાં માણસો પાલીતાણા ડીવીઝન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં તે દરમ્યાન બાતમી મળતા , બાતમી ની જગ્યા પર થી ૯૬ ઈંગ્લિશ દારૂ ની બોટલ સહિત બે આરોપી મળી આવ્યા હતા જ્યારે એક આરોપી ને પકડવાનો બાકી છે .

બાતમીના આધારે સફેદ કલરની I-20 ફોર વ્હીલ ગાડી નંબર પ્લેટ વગરની નોંઘણવદરથી ખીજડીયા તરફ જઇ રહેલ છે અને તે ગાડીમા ગેરકાયદેસર ચીજવસ્તુ ભરેલ હોવાની પુરી શ્કયતા છે. જે બાતમી આધારે કાર રોકી ચેક કરતાં જયદીપસિંહ અખુભા ગોહિલ , મનદીપસિંહ સજુભા ગોહિલ , સહિત ઇંગ્લીશ દારૂની અલગ-અલગ બ્રાન્ડની બોટલ ૯૬ બોટલો સાથે હાજર મળી આવેલ , જ્યારે વિજયસિંહ ગોહિલ , મહેન્દ્રસિંહ ગોહિલ ,કલ્પેશભાઇ પટેલ, પરેશભાઇ પટેલ જેમને પકડવાના બાકી છે તેઓ તમામ વિરૂધ્ધ પાલીતાણા રૂરલ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનની અલગ-અલગ કલમો હેઠળ ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

અહેવાલ:- સિદ્ધાર્થ ગોઘારી (ભાવનગર)