
ગુરૂત્વપૂર્ણ સૂચના હેઠળ, જુનાગઢ રેન્જ આઇ.જી.પી. નિલેશ જાજડીયા અને ગીર સોમનાથ પોલીસ અધિક્ષક મનોહરસિંહ એન. જાડેજાએ જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે પ્રોહિબીશન અને જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને નષ્ટ કરવા માટે ચોકસાઈથી કાર્યવાહી કરવાની સુચના આપી હતી.
આ અનુસંધાને, એલ.સી.બી.ના ઈ.ચા. પો.ઇન્સ. એ.બી. જાડેજાના માર્ગદર્શન હેઠળ પો. સબ ઇન્સ. એ.સી. સિંધવ તથા તેમના ટીમના સભ્યો પેટ્રોલીંગ પર હતા. એ દરમિયાન, એલ.સી.બી.ને મળી બાતમીના આધારે, વેરાવળ-ભાવનગર હાઇવે પર ઉના ટાઉન નજીક આનંદવાડી વિસ્તારમાં પ્રોહિબીશન સંબંધિત રેઇડ કરી હતી.
આરોપીઓ:
- કીર્તીભાઇ હીરાલાલભાઇ હરીયાણી (ઉ.વ. ૩૫), ડ્રાઇવિંગ, સરંભડા ઠે., ચોરાપાસ, જી. અમરેલી.
- ઉતમભાઇ તુલશીદાસ ગોંડલીયા (ઉ.વ. ૩૨), ડ્રાઇવિંગ, સોનારીયા, સંતોષીમાતા મંદિર પાસે, વેરાવળ, જી. ગીર સોમનાથ.
- આરીફ ગફુરભાઇ ભેંસલીયા (મચ્છીયારા), મુળદ્વારકા.
કબ્જે કરેલ મુદામાલ:
- વિદેશી દારૂની જુદી જુદી બ્રાન્ડની કાચની અને પ્લાસ્ટીકની બોટલ (215 બોટલ) – ₹36,650/-.
- TAG પ્રીમીયમ સ્ટ્રોગ બીયર (500 ML) ટીન બોટલ (40 બોટલ) – ₹5,750/-.
- હયુન્ડાઇ કંપનીની સફેદ કલરની ફોર વ્હીલ (રજી. નં. GJ-03-CA-8012) – ₹1,00,000/-.
- મોબાઇલ નંગ (૧) – ₹5,000/-.
કુલ મુદામાલ: ₹1,47,400/-
આ પ્રક્રિયામાં એ.બી. જાડેજા (ઈ.ચા. પો.ઇન્સ.), એ.સી. સિંધવ (પો.સબ ઇન્સ.), રાજુભાઈ ગઢીયા (પો.હેડ.કોન્સ.), કમલેશભાઈ પીઠીયા (પો.હેડ.કોન્સ.), ગોવિંદસિંહ વાળા (પો.કોન્સ.), ધર્મેન્દ્રસિંહ ગોહીલ (પો.કોન્સ.), અને પેરોલ ફર્લો સ્કોડના એ.એસ.આઇ. સુભાષભાઈ ચાવડા (પો.હેડ.કોન્સ.) તથા અન્ય અધિકારીઓની મહેનત હતી.
અહેવાલ : પ્રકાશ કારાણી, વેરાવળ.