ઇંડિયન રેડ ક્રોસ સોસાયટી સુત્રાપાડા શાખા દ્વારા વખતો વખત આરોગ્ય લક્ષી કેમ્પો નું આયોજન કરવામાં આવે છે જેમાં સર્વરોગ નિદાન કેમ્પ, હરદાયરોગ નિદાન કેમ્પ, હાડકાના નિદાન કેમ્પ, સ્ત્રી રોગ નિદાન કેમ્પ, ચામડીના રોગોના નિદાન કેમ્પ, બ્લડ ડોનેશન કેમ્પ વગેરે. જેના ભાગરૂપે આજરોજ સુત્રાપાડા મુકામે આખોના રોગો નો નિદાન કેમ્પ યોજવામાં આવેલ જેમાં આવેલ દરેક દર્દીઓને આંખોનું નિદાન કરી વિના મૂલ્યે ચશ્મા વિતરણ કરવામાં આવેલ હતા.
જેમાં કુલ 1367જેટલા દર્દીઓના આંખોનું નિદાન તેમજ વિના મૂલ્યે ચશ્મા સ્થળ પર જ આપવામાં આવેલ હતા.ઇંડિયન રેડ ક્રોસ સોસાયટી સુત્રાપાડા શાખા દ્વારા ડો ભરતભાઈ બારડ શૈક્ષણિક સંકૂલ સુત્રાપાડા ખાતે આખોનો નિદાન કેમ્પ યોજવામાં આવેલ જેનો શુભારંભ સુત્રાપાડાના વતની અને ગુજરાત રાજ્યના પૂર્વ મંત્રી જશાભાઈ બારડ દ્વારા દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવેલ.
આ અવસરે ગિરસોમનાથ જિલ્લા ભાજપ મહામંત્રી દિલીપભાઇ બારડ, ઇંડિયન રેડ ક્રોસ સોસાયટી સુત્રાપાડા શાખાનાના ચેરમેન અજયભાઇ બારડ, ઇંડિયન રેડ ક્રોસ સોસાયટીના આંખોના નિદાનના ડોક્ટર હિમાંશુ શ્રીમાળી સાહેબ,અતિતભાઈ ગઢીયા, રામભાઇ કચરા ભાઈ બારડ, નગરપાલિકાના સદસ્ય કાળાભાઈ બારડ, મનોજભાઇ વાળા, અનુપમભાઈ ખેર, રામભાઇ કરમટા, સુભાષભાઇ કાછેલા, કૈલાશભાઈ રામ, સંજયભાઇ મોરિ, અરુણભાઇ ગોહેલ, નિલેશભાઈ બારડ, કલ્પેશભાઈ પુરોહિત, સુરસિંહભાઈ મોરિ, જશુભાઇ વાઢેર, નિલેશભાઈ બારડ, દિલીપભાઇ જાદવ, શાળાના આચાર્ય જોશી સાહેબ, કોલેજના આચાર્ય પાઠક સાહેબ, શાળાના આચાર્ય અશ્વિનભાઈ બારડ, માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ હરેશભાઈ મોરિ, વ્યાયાયમ શિક્ષક પિયુષભાઇ કાછેલા તેમજ ઇંડિયન રેડ ક્રોસ સોસાયટી સુત્રાપાડા શાખાની સમગ્ર ટિમ ની ઉપસ્થિતિમાં આંખોના નિદાન કેમ્પનું સફળતા પૂર્વક આયોજન કરવામાં આવેલ હતું.
આ તકે સુત્રાપાડા ના વાતની અને ગુજરાત રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી જશાભાઈ બારડે જણાવેલ કે ઇંડિયન રેડ ક્રોસ સોસાયટીના ગુજરાત ના ચેરમેન અજયભાઇ પટેલ જ્યારથી કારોભાર સાંભળ્યો છે ત્યાથી સમગ્ર ગુજરાત માં માનવ સેવાકીય પ્રવુતીઑ બહોળા પ્રમાણમા અને સફળતા પૂર્વક ચાલી રહી છે. એ મેડિકલ કેમ્પ હોય, બ્લડ ડોનેશન કેમ્પ હોય, કુદરતી આફતો સમયે લોકો ની સાર સંભાળ કે તેઓને જીવન જરૂરી ચીજ વસ્તુઓ આપવાની હોય ઇંડિયન રેડ ક્રોસ સોસાયટી હર હમમેશ આગળ હોય છે. જેના ભાગરૂપે ઇંડિયન રેડ ક્રોસ સોસાયટી સુત્રાપાડા માં પણ તાલુકાનાં ચેરમેન અજયભાઇ બારડ દ્વારા સતત સેવાકીય પ્રવુતી ચાલી રહેલ છે. જે અંતર્ગત આજરોજ ઘણા લોકોને નબળી આંખોને લીધે દ્રષ્ટિ ગુમાવી હતી તેઓને આપેલ ચશ્મામાંથી પાછી મળતા તેઑ આનંદિત થયા અને રેડક્રોસ સોસાયટી તેમજ બારડ પરિવારને આશીર્વાદ આપ્યા.
અહેવાલ : દિપક જોશી પ્રાંચી (ગીર સોમનાથ )