ઇકોઝોનના આંદોલનને લઈને ઇકોઝોન મુદ્દે લડત લડનાર આપનેતા પ્રવીણ રામે કરી ભવિષ્યવાણી

જૂનાગઢ

આપનેતા પ્રવીણ રામે એવું તીર છોડ્યું કે જૂનાગઢના ભાજપના સાંસદ સભ્ય રાજેશભાઈ ચુડાચમા એમની જ વાતમાં ફસાયા

ગઈકાલે તાલાલા માર્કેટિંગ યાર્ડની ઇકોઝોન બાબતની મીટીંગમાં સાંસદસભ્ય રાજેશભાઈ એવું બોલ્યા કે 2016 -17 માં મે રાજ્ય સરકારને કીધેલું કે તમે 100 મીટરની દરખાસ્ત મોકલો , કેન્દ્ર સરકારમાં મંજૂર કરાવવાની જવાબદારી મારી , આ વાતને પકડી પાડતા આપનેતા પ્રવીણ રામે કહ્યું કે મને અને ગીરની જનતાને રાજેશભાઈની તાકાત ઉપર સંપૂર્ણ ભરોસો છે, એ કેન્દ્રમાં 100 મીટરની દરખાસ્ત મંજૂર કરાવી શકતા હોય તો રાજ્યમાં પણ 100 મીટરની દરખાસ્ત બનાવી ને મોકલી જ શકે કારણકે રાજ્યમાં પણ ભાજપની જ સરકાર છે ત્યારે આપણે બધાએ રાજેશભાઈની તાકાતને આગળ ધરીને 100 મીટરની દરખાસ્તમાં જ જવું જોઈએ ,નિયમો હળવા કરવાવાળી વાતમાં કોઈએ ના જવું જોઈએ

આપનેતા પ્રવીણ રામની પ્રતિક્રિયા બાદ જૂનાગઢ જિલ્લાના ભાજપના સાંસદસભ્ય રાજેશભાઈ એમણે જ કરેલી વાતમાં ફસાયા

ઇકોઝોન મુદ્દે સતત 8 વર્ષથી લડત લડનાર આપનેતા પ્રવીણ રામે ઇકોઝોનના આંદોલનને લઈને ભવિષ્યવાણી કરી કે આ આંદોલનને શાંત પાડવા આવનારા દિવસોમાં ભાજપના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ ભાજપ સાથે આડકતરી રીતે જોડાયેલી સંસ્થાઓ અને આગેવાનોની જ માત્ર સરકાર સાથે બેઠક કરાવશે અને બેઠકમાં હળવા નિયમોની વાતો થશે અને ત્યારબાદ સરકાર આગેવાનો પાસે બોલાવશે કે સરકારે ખેડૂતોની માંગણી સ્વીકારી હળવા નિયમો કરી નાખ્યા છે

આ બાબતે વધુમાં પ્રવીણ રામે જણાવ્યું કે આવું થવાનું જ છે એટલા માટે એમણે ભવિષ્યમાં મિટિંગમાં જનાર આગેવાનોનું અત્યારથી જ ધ્યાન દોરતાં કહ્યું કે ગીરની જનતા આ વખતે ઇકોઝોન નાબૂદ કરવાની વાતમા જ છે, હળવા નિયમો વાળી વાતમાં નથી અને વધુમાં એમણે આગેવાનોને ચેતવતા એ પણ કહ્યું કે સરકાર ઇકોઝોન નાબૂદ કરવા માંગતી હોય તો જ બેઠકમાં ભાગ લેજો અન્યથા તમારી હાલત સુડી વચ્ચે સોપારી જેવી થશે અને ખોટા લોકોના રોષનો ભોગ તમે બનશો

ઇકોઝોન માટે લડત લડનાર આપનેતા પ્રવીણ રામે હળવા નિયમો શું કામ નહિ એ બાબતે મહત્વના સમજી શકાય એવા ચાર કારણો આપ્યા

૧) સરકાર જો અત્યારે હળવા નિયમો કરી શકતી હોય તો 5 વર્ષ પછી ફરીથી કડક નિયમો પણ કરી નાખે ,અને જો આવું થાય તો ગીરની જનતા પાંચ પાંચ વર્ષે આંદોલન કરવા નવરી નથી

2) નિયમો હળવા કરીને આ વાતને પૂરી કરી નાખવામાં આવે તો ઈકોઝોનની વિસંગતતામાં મોટા નેતાઓ અને રોકાણકારોની જગ્યા બહાર કાઢી નાખી એમનું શું??

૩) જો નર્મદામાં લાગુ પડેલો ઈકોઝોન સ્થગિત થતો હોય અને ત્યાં સુપ્રીમકોર્ટની કોઈ વાત વચ્ચે આવતી ના હોય તો ગીરમાં કાયદો સ્થગિત કેમ ના થાય??

૪) જૂનાગઢના સાંસદ કેન્દ્રમાં 100 મીટરની દરખાસ્ત મંજૂર કરાવવાની તાકાત ધરાવતા હોય તો એ રાજ્યમાંથી પણ દરખાસ્ત બનાવી મોકલી જ શકે ,તો પછી સંસંદસભ્ય રાજેશભાઈની તાકાતને જ આગળ રાખી 100 મીટર ઇકોઝોનની વાતમાં જ બધાએ આગળ વધવું જોઈએ, હળવા નિયમોની વાત કોઈએ કરવી ના જોઈએ

અંતમાં 8 વર્ષથી આ મુદ્દે લડત લડનાર આપનેતા પ્રવીણ રામે કહ્યું કે 2016-17 વખતેની સરકાર સાથેની બેઠકમાં હું પણ હતો ત્યારે સરકારે ઇકોઝોન અને સેટલમેન્ટના ગામડાઓને લઈને જે વાત કરી હતી એમાંથી એક પણ વાત આજની તારીખ સુધી પરિપૂર્ણ નથી થઇ એટલે સરકાર ઇકોઝોન નાબૂદ કરવા માંગતી હોય તો જ સરકારના પ્રતિનિધિઓએ બેઠક માટે આગળ આવવું જોઈએ અન્યથા લોકોના રોષનો ભોગ બનવાની તૈયારી રાખે

અહેવાલ :- જગદીશ યાદવ (જૂનાગઢ)