ઇકોઝોનનું આંદોલન એટલું બધું પ્રચંડ બન્યું કે ગીરના નાના બાળકોને પણ ઇકોઝોનથી થનારી નુકશાની વિશે સમજણ પડવા લાગી છે.

જૂનાગઢ

ઇકોઝોનના પ્રચંડ આંદોલનની વચ્ચે રાજવીર રામ નામનો એક નાનકળો બાળક પોતાની કાલીઘેલી ભાષામાં ઇકોઝોન કોને કહેવાય એ સમજાવતો નજરે પડે છે.રાજવીર રામ નામનો બાળક પોતાની કાલીઘેલી ભાષામાં સમજાવી રહ્યો છે કે ગામડાની સરકાર હોય ને એટલે આપણા ખેતરમાં વાવણી કરવી હોય, રસ્તો બનાવવો હોય,ખેતરમાં કઈ બદલાવ કરવો હોય તો સરકારને પૂછવું પડે એમને ઇકોઝોન કેવાય

તેમજ આ નાનકળા બાળકે ખુબ નિખાલસતાથી એવું પણ કીધું કે આ ઇકોઝોન સારો ના કેવાય, પોતાનું જ ખેતર છે તો પોતાની જ મંજૂરીથી હાલવું જોઈએ ને, સરકાર કે એમ થોડું હાલવું જોઈએ

આ બાબતે આપનેતા પ્રવીણ રામે પ્રતિક્રિયા આપતા કહ્યું કે હવે તો ગીરના નાના ભૂલકાઓ પણ એક સૂરે એવું કહી રહ્યા છે કે ઇકોઝોન સારો ના કહેવાય ત્યારે હવે તો સરકારે પાછું વળી જવું જોઈએ

અહેવાલ :- જગદીશ ઉડવ (જૂનાગઢ)