સાબરકાંઠા જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ઇડર ખાતે ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ -ગાંધીનગર અને GSQAC -ગાંધીનગર પ્રેરિત સ્કૂલ એક્રીડીટેશન અંતર્ગત શાળાઓમાં સ્વ-મૂલ્યાંકન અને વર્ગખંડ અવલોકન આધારિત મૂલ્યાંકન કામગીરી શરૂ કરવા ગુણોત્સવ- 2 અંતર્ગત ગ્રાન્ટેડ અને સરકારી માધ્યમિક શાળાના આચાર્ય માટે તાલીમ યોજાઈ ગઈઆ કાર્ય શાળામાં GSQAC ગાંધીનગરથી નાયબ નિયામકશ્રી ડૉ.એ કે પટેલ દ્રારા સમગ્ર સાબરકાંઠા જિલ્લાની માધ્યમિક શાળાના આચાર્ય માટે શ્રેષ્ઠ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. જેમાંસમગ્ર જિલ્લાના શિક્ષકો અને આચાર્યોને સજજ કરવા માટે ગુણોત્સવ 2 અંતર્ગત ગહન ચિંતન અને મુખ્ય ક્ષેત્રોની ચર્ચા અને વિચારણા કરવામાં આવી હતી. કાર્યશાળામાં આચાર્યઓના પ્રતિભાવો રજૂ કર્યા હતા. શાળામાં ડાયટ પ્રચાર્ય ડો.એમ જી ચૌહાણ, વર્ષાબેન રબારી, શિક્ષણ નિરીક્ષક સંદીપભાઈ, ડીઈઓ કચેરીના નિશાબેન, સિનિયર લેક્ચરલ અશ્વિન પટેલ તેમજ શાળાના આચાર્ય ઉપસ્થિત રહ્યા છે.
અહેવાલ – ચંદ્રકાંત પ્રજાપતિ, બ્યુરો ચીફ, (સાબરકાંઠા)