દર વર્ષે ૧૮ જૂનના રોજ ઉજવાતો “ઈન્ટરનેશનલ પિકનિક ડે” એવા ક્ષણો માટે છે જ્યાં દોસ્તો અને પરિવાર સાથે કુદરતના ખોળે સમય વિતાવી શકાય. આ વિશેષ દિવસે જો તમે પિકનિક પ્લાન કરી રહ્યા હો તો પવિત્ર સોમનાથ મહાદેવના દર્શન સાથે તેની આસપાસના 5 પિકનિક સ્થળો ફરવાની મજા દોંણી થઈ શકે છે.
સૌપ્રથમ છે ઓમનાથ મહાદેવનું મંદિર, જ્યાં દેવકા નદીના કિનારે સ્થિત નાગર શૈલીનું શિવમંદિર પ્રાચીન અને નૈસર્ગિક સૌંદર્યથી ભરપૂર છે. બીજું છે શિતળા મંદિર, હિરણ નદીના કાંઠે વસેલું, જ્યાં વનભોજન અને આધ્યાત્મિક શાંતિનો અમુલ્ય અનુભવ મળે છે.
ત્રીજું સ્થાન છે વિક્રમેશ્વર મહાદેવ મંદિર, જ્યાં મોરના ટહૂકા અને નારિયેળના ઝાડ વચ્ચે ચોમાસામાં મન મસ્ત થઈ જાય એવું વાતાવરણ મળે છે. ચોથું છે આદ્રી બીચ, સમુદ્ર કિનારે આવેલું શાંત અને અધ્યાત્મિક સ્થળ, જ્યાં એક દિવસીય પિકનિક માટે શાંતિપ્રદ માહોલ છે.
છેલ્લું પણ મહત્વપૂર્ણ સ્થળ છે ગીતામંદિર, જ્યાં હિરણ, કપિલા અને સરસ્વતી નદીઓનું સંગમ જોવા મળે છે અને પરિવાર સાથે વનભોજન તથા સૂર્યાસ્તના સુંદર દ્રશ્યો માણી શકાય છે.
તો પવિત્ર યાત્રાને પિકનિક સાથે જોડતી આ યાત્રા બનાવશે તમારું પિકનિક ડે યાદગાર!
અહેવાલ: પ્રકાશ કારાણી, (વેરાવળ).