કેશોદ:
રોટરી ક્લબ ઓફ કેશોદ દ્વારા અવનવી સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે. આજ રોજ કેશોદના આઝાદ ક્લબ ખાતેથી સાયકલોથોન 2025 નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
પ્રોજેક્ટ ચેરમેન જીતેન્દ્ર પટેલના જણાવ્યા મુજબ, હિતેશ ચન્યારા, રક્ષિત ક્લિનિક અને વિઝન પ્રાઇમના સહયોગથી આયોજિત આ કાર્યક્રમમાં કેશોદના 200 ઉપરાંત ભાઈઓ અને બહેનો ઉત્સાહભેર જોડાયા હતા.
પ્રારંભ:
આઝાદ ક્લબથી સાયકલોથોનનો પ્રારંભ હમીર સિંહ વાળા, ડો. સ્નેહલ તન્ના, આર.પી. સોલંકી, રોટરી ક્લબના પ્રમુખ ભૂપત વાજા, રમેશ વામજા, બિરેન્દ્ર રાયજાદા અને જીતેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવ્યો હતો.
સહભાગીઓને આપવામાં આવેલી કિટમાં સામેલ:
✅ ટી-શર્ટ
✅ ટોપી
✅ સ્પેશિયલ કીટ
સાયકલોથોન રુટ:
આઝાદ ક્લબથી શરૂ થયેલી આ સાઇકલ રેલી કેશોદના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ હતી. આ સાયકલોથોન દ્વારા સ્વચ્છતા અને પર્યાવરણ જાગૃતિ નો સંદેશો આપવામાં આવ્યો હતો.
સમાપ્તિ:
કાર્યક્રમની સમાપ્તિ અગતરાય રોડ પર આવેલા બ્રહ્માકુમારી દિવ્ય પ્રાપ્તિ સેન્ટર ખાતે ભવ્ય રીતે કરવામાં આવી.
આયોજનની સફળતા માટે:
કાર્યક્રમની સફળતા માટે રોટરી ક્લબના સભ્યો, સહયોગીઓ અને ભાઈઓ બહેનો નું હાર્દિક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
— રાવલિયા મધુ, કેશોદ