ઈકોઝોનની વિસંગતા ના વિરોધમાં આપ નેતા પ્રવિણ રામે જાહેર કર્યા આગામી પ્રોગ્રામો.

જૂનાગઢ

ઈકોઝોનનાં નકશામાં જોવા મળતી વિસંગતા માટે આપ નેતા પ્રવિણ રામે ભાજપ સરકાર પર લગાવ્યા ગંભીર આક્ષેપો

ઇકોઝોનના નકશામાં 4 જગ્યાએ ઇકોઝોનની હદરેખા અને જંગલની હદરેખા નજીક આવી જાય છે અને બાકી બીજી અમુક જગ્યાએ નક્શામાં અંદર ખાચા પડે છે ત્યારે આપનેતા પ્રવીણ રામે ક્યાં નિયમાનુસાર આ રીતે ઇકોઝોનની હદરેખા નક્કી કરવામાં આવી એમને લઈને ભાજપ સરકાર પાસે માંગ્યા જવાબો

જ્યાં ઇકોઝોન અને જંગલની હદરેખા ખુબ નજીકથી પસાર થાય છે તેમજ જ્યાં નદર ખાચાઓ પડે છે ત્યાં શું કોઈ મોટા નેતા કે મોટા રોકાણકારની મિલકત આવતી હશે કે પછી પૈસાનો વહીવટ થયો હશે ?? આવા ગંભીર આક્ષેપો પણ પ્રવીણ રામે ભાજપ સરકાર પર લગાવ્યા

1) આપ નેતા પ્રવિણ રામે ઇકૉઝોનની વિસંગતાની વિરુદ્ધમાં 2 ઓક્ટોમ્બર અને ગાંધીજયંતીના દિવસથી 15 દિવસ સુધી આ તમામ 196 ગામોમાં ઈકોઝોન નાબૂદી અભિયાન ચલાવવાની કરી જાહેરાત, આ અભિયાન અંતર્ગત તમામ લોકો ગ્રામપંચાયતના વધાજનક ઠરાવો લેશે તેમજ વ્યક્તિગત વાંધા અરજીઓ પોસ્ટ દ્વારા અને મેઈલ દ્વારા કેન્દ્ર સરકારને મોકલશે

2) નવરાત્રિના ત્યોહારમાં આ ગામડાઓમાં થતી નવરાત્રિમાં ઇકૉઝોન નાબૂદી ના બેનરો અને ટોપીઓ સાથે લોકો ગરબા રમશે તેમજ ઈકોઝોનની વિસંગતા દૂર થાય એ માટે માતાજીને આરાધના પણ કરશે

અહેવાલ : જગદીશ યાદવ (જૂનાગઢ)