નિયમિત સાયકલ ચલાવવાથી શરીર સ્વસ્થ રહે છે : સાયકલ સૌથી સસ્તુ વાહન છે. તેનાથી શારીરીક ઉપરાંત આર્થિક અને પર્યાવરણ ને પણ ફાયદો થાય છે : દિલીપ સંઘાણી
ઈનવીનસિબલ અને ગ્લોબલ ગુજરાત એડવેન્ચર સંસ્થા દ્વારા સમયાંતરે લોક જાગૃતિના કાર્યક્રમો યોજવામાં આવી રહયા છે. જેના ભાગ રૂપે નશામુક્ત અભિયાન અંતર્ગત ગાંધીનગર ખાતે સાયકલ યાત્રા યોજાઈ.
આજે સવારે સાયકલ યાત્રામાં જોડાતા પહેલા શ્રી સંઘાણી ગત રાત્રે સુરતનો પ્રવાસ પૂર્ણ કરી રાત્રે 1.30 વાગ્યે ગાંધીનગર પહોંચેલ. નિયમિત પ્રવૃત્તિના ભાગરૂપે તેઓ વહેલી સવારે આ કાર્યક્રમમાં જોડાઈ સૌ યુવાનો માટે પ્રેરણારૂપ ઉદાહરણ પુરૂ પાડેલ.
ગાંધીનગર સેક્ટર 1 મેટ્રો સ્ટેશન થી શરૂ થયેલી સાયકલ યાત્રા મહાત્મા મંદિર સુધી પહોંચી, બાદમાં દિલીપભાઈ સાંઘાણીના નિવાસ સ્થાને પરત થયેલ. અલ્પાહાર સાથે કાર્યક્રમનું સમાપન થયેલ.
આ તકે શ્રી દિલીપ સંઘાણી એ જણાવ્યું હતું કે, નિયમિત સાયકલિંગ સ્નાયુઓને મજબૂત બનાવે છે, સાયકલિંગ સંપૂર્ણ શારીરિક વર્કઆઉટ પ્રદાન કરે છે. તે વજન ઘટાડવામા પણ મદદ કરી શકે છે.વધુમાં તેમને જણાવ્યું હતું કે, પોતાના વ્યસ્ત પ્રવાસ વચ્ચે તેઓ દિલ્હી, ગાંધીનગર તેમજ અમરેલી ના પોતાના રોકાણ દરમ્યાન નિયમિત રૂપે સાયકલ ચલાવે છે.
Invincible ના ગૌરાંગભાઈ પુરોહિત, નમ્રભાઈ ભાવસાર, ગ્લોબલ ગુજરાત અડવેન્ટચના વિક્રમભાઈ મસર, ગીરીશભાઈ લિંબડીયા, નિમેશભાઈ આચાર્ય વિગેરે ઉપસ્થિત રહયા હતા. .
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)