સૂત્રાપાડા પંથકના લોકો ને ઈમરજન્સી સેવા પુરતી મળી રહે એ હેતુથી માનનીય સાંસદ શ્રી ને એમ્બ્યુલન્સ ફાળવવા ની રજૂઆત કરીસુત્રાપાડા ઇન્ડિયન રેડ ક્રોશ સોસાયટી તાલુકા શાખા દ્રારા આરોગ્યલક્ષી સેવા માં વધારો કરવા માટે જૂનાગઢ -ગીર સોમનાથ ના માનનીય સાંસદ શ્રી ની ગ્રાન્ટ માંથી એમ્બ્યુલન્સ ખરીદી માટે ગ્રાન્ટ ની માંગણી ની દરખાસ્ત કરવા માં આવી,ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી એ 100 વર્ષ જૂની સંસ્થા છે જે હર હમમેશ ગરીબ, બીમાર અને ની સહાય લોકોની સેવાકીય પ્રવુતિઓ માટે જાણીતું છે
. ઇંડિયન રેડ ક્રોસ સોસાયટી ની ગિરસોમનાથ જિલ્લાની સુત્રાપાડા શાખા એ છેલ્લા 7 વર્ષથી કાર્યરત છે જેમાં આ શાખા દ્વારા ગરીબ દર્દીઓ માટે જુદા જુદા પ્રકારના મેડિકલ કેમ્પો તથા કુદરતી આપત્તિ સમયે જરૂરિયાત મંદ લોકોની સતત મદદ કરતું રહ્યું છે. ઇંડિયન રેડ ક્રોસ સોસાયટી સુત્રાપાડા શાખાની કામગીરી ને બિરદાવવા ગુજરાત રાજ્યના માનનીય મહામહિમ્ન રાજયપાલ સાહેબશ્રી ના હસ્તે 5 એવોર્ડ પ્રાપ્ત થઈ ચૂક્યા છે
સુત્રાપાડામાં અગાઉ આવેલ કુદરતી આફતો જેવી કે “તાઉ તે વાવાઝોડું તેમજ આની આફતોમાં સુત્રાપાડા શાખા દ્વારા લોકોને મેડિકલ, ખોરાક તેમજ તાલ્પત્રી, મેડિકલ કીટ આપીને તેઓની સેવા કરેલ છે., સુત્રાપાડા તાલુકા શાખા ના ચેરમેન અજયભાઇ બારડ સખત મહેનત કરે છે, નિયમિત અંતરાલે મેડિકલ કેમ્પ અને બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરે છે, અને જરૂરિયાત મંદ લોકો ને રાશનકીટ આપે છે,
હાલ સુત્રાપાડા એ અંતરિયાળ વિસ્તાર હોય અને ઈમરજન્સી દર્દીઓને સારવાર માટે 20 થી 25 કી.મી. દૂર લઈ જવા પડતાં હોય આ વિસ્તારના લોકો માટે એમ્બ્યુલેન્સની ખાસ જરૂરિયાત હોય શ્રી માન સાંસદ સભ્યશ્રી રાજેશભાઈ ચુડાસમા તેમના ફંડ માંથી આ શાખા માટે એમ્બ્યુલેન્સ માટે રૂ. 30,00,000/- (રૂ.ત્રીસ લાખ) ની ગ્રાન્ટ ફાળવવા માટેદરખાસ્ત કરવા માં આવી, જૂનાગઢ ગીર સોમનાથ ના સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા પોતાની ગ્રાન્ટ માંથી એમ્બ્યુલન્સ ખરીદી માટે ગ્રાન્ટ આપે એવી અપેક્ષા ઇન્ડિયન રેડ ક્રોશ સોસાયટી સુત્રાપાડા તાલુકા શાખા ના ચેરમેન અજયભાઇ બારડે વિશ્વાસ વ્યક્ત કરીયો હ્તો
અહેવાલ : દિપક જોશી (પ્રાંચી ગીર સોમનાથ)