શિક્ષણક્ષેત્રમાં વલણ ઘડતર, હકારાત્મક વિચારણા, પ્રેરણા, સંકલન અને સંચાલન, ટાઈમ મેનેજમેન્ટ, સર્જનાત્મક વિચારણા, કોલેજ મેનેજમેન્ટ/એકાઉન્ટ, લાઈફ સ્કીલ, ડોક્યુમેન્ટેશન-અહેવાલ લેખન- શિક્ષણ ગુણવત્તાયુક્ત અને વિદ્યાર્થીઓની શૈક્ષણિક લબ્ધિમાં આજની કાર્યશાળા ઉપયોગી- પ્રો.(ડો.) ચેતન ત્રિવેદી, કુલપતિ
ભારતની યુનિવર્સિટીઓ વિવિધ પ્રવાહોમાં વિકસિત થઈ છે, જેમાં દરેક સ્ટ્રીમનું નિરીક્ષણ સર્વોચ્ચ સંસ્થા દ્વારા કરવામાં આવે છે, મોટાભાગની યુનિવર્સિટીઓનું સંચાલન રાજ્યો દ્વારા કરવામાં આવે છે, જો કે, કેન્દ્રીય યુનિવર્સિટી જે કેન્દ્ર સરકાર દ્વારા જાળવવામાં આવે છે. ભારતમાં ઉચ્ચ શિક્ષણ પ્રણાલીમાં જાહેર અને ખાનગી બંને યુનિવર્સિટીઓનો સમાવેશ થાય છે,સાર્વજનિક યુનિવર્સિટીઓને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો દ્વારા સમર્થન આપવામાં આવે છે , જ્યારે ખાનગી યુનિવર્સિટીઓને મોટાભાગે વિવિધ સંસ્થાઓ અને સમાજો દ્વારા સમર્થન આપવામાં આવે છે. ભારતની યુનિવર્સિટીઓને યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (યુજીસી) દ્વારા માન્યતા આપવામાં આવે છે, જે યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન એક્ટ, ૧૯૫૬ માંથી તેની સત્તા મેળવે છે. મુખ્ય સંચાલક મંડળ યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન છે , જે તેના ધોરણોને લાગુ કરે છે, સરકારને સલાહ આપે છે અને કેન્દ્ર અને રાજ્ય વચ્ચે સંકલન કરવામાં મદદ કરે છે. યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (યુજીસી) દ્વારા સ્થાપિત વિવિધ સ્વાયત્ત સંસ્થાઓ દ્વારા ઉચ્ચ શિક્ષણ માટેની માન્યતાની દેખરેખ રાખવામાં આવે છે
આજે ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ.નાં કોન્ફરન્સ કક્ષમાં ઉચ્ચ શિક્ષણ પર અખિલ ભારતીય સર્વેક્ષણ સમિતી અને ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. સંલગ્ન અમરેલી, ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લાની વિવિધ યુનિ., કોલેજોનાં નોડલ અધિકારીઓની તાલીમ કાર્યશાળા યોજવામાં આવી હતી. આ વર્કશોપનું દિપ પ્રાગટ્યથી પ્રારંભ કરાવતા ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિ.નાં કુલપતિ પ્રો.(ડો.) ચેતન ત્રિવેદીએ દિપ પ્રાગટ્યથી પ્રારંભ કરાવતા જણાવ્યુ હતુ કે શિક્ષણક્ષેત્રમાં વલણ ઘડતર, હકારાત્મક વિચારણા, પ્રેરણા, સંકલન અને સંચાલન, ટીમ બિલ્ડીંગ, ટાઈમ મેનેજમેન્ટ, નેતૃત્વ, આંતર વૈયકિત સંબંધો, સ્ટ્રેસ મેનેજમેન્ટ, સર્જનાત્મક વિચારણા, વર્તન-વ્યવહાર તાલીમ, પ્રત્યાયન, કમ્પ્યુટર સ્કીલ, કોલેજ મેનેજમેન્ટ/એકાઉન્ટ, લાઈફ સ્કીલ, ડોક્યુમેન્ટેશન-અહેવાલ લેખન, વિદ્યાર્થી મનોવિજ્ઞાન/છાત્ર માનસની સમજ વગેરે મુદ્દાઓ સમાવિષ્ટ છે. શિક્ષણ ગુણવત્તાયુક્ત અને વિદ્યાર્થીઓની શૈક્ષણિક લબ્ધિમાં સુધારો થાય તે હેતુસર આયોજીત આજની કાર્યશાળા આવનાર સમયમાં ઉચ્ચશીક્ષણ સંસ્થાઓમાં ખુબ ઉપયોગી પુરવાર થશે. ડો. ત્રિવેદીએ જણાવ્યુ હતુ કે ચેરીટી બીગીન્સ એટ ધી હોમ, ચેલેન્જ ઉપાડે એ જ જીતે, અને ડર કે આગે જીત હૈ…નાં સુત્રને સમજાવતા જણાવ્યુ હતુ કે શિક્ષણ અને આરોગ્યમાં ચલાવી લેવાની ભાવના કદાપી ના હોવી જોઇએ. સમાજોત્કર્ષમાં શિક્ષકની ભુમિકા મહત્વની હોય છે. ભારતીય ઉચ્ચ શિક્ષણ સુલભતાની દ્રષ્ટિએ આમૂલ છે, શિક્ષણની ઍક્સેસની સમાનતા સુનિશ્ચિત કરે છે, પરંતુ નિષ્ણાતો દલીલ કરે છે કે તેને ધોરણોમાં આમૂલ સુધારાની જરૂર છે, અભ્યાસક્રમના ઉચ્ચ ધોરણોને સુવ્યવસ્થિત કરવા અને પકડી રાખવા બંને પર ધ્યાન કેન્દ્રિત કરવું અને વૈશ્વિકીકરણ દ્વારા લાક્ષણિકતા ધરાવતી અસમાનતાઓ ઘટાડવી આવશ્યક છે. આ પ્રસંગે પ્રો.(ડો.) ચેતન ત્રિવેદીએ ઉચ્ચ શિક્ષણ પર અખિલ ભારતીય સર્વેક્ષણ અને નેકની નોંધણી અને તેના પેરામિટર સમજીને ખુટતી વિગતો પુર્ણ કરવા સમજુત કર્યા હતા.
કાર્યક્રમનાં પ્રારંભે ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ.નાં પ્રો.(ડો.) ફિરોઝ શેખે કાર્યશાળાનો હેતુ સ્પષ્ટ કરી આમંત્રીત સૈાને આવકાર્યા હતા. ઓલ ઈન્ડીયા સર્વે ઓન એજ્યુકેશન સમિતીનાં સ્ટેટ નોડલ અધીકારી ડો. દિનેશકુમાર શર્મા, કેસી.જીનાં ઓ.એસ.ડી પ્રો. કોમલ ભટ્ટ, અને ડો. ભિષ્મસિંહ ઉપસ્થિત રહી ઉચ્ચ શિક્ષણ પર અખિલ ભારતીય સર્વેક્ષણ અંગે વિસ્તૃત સમજ પુરી પાડી હતી. કાર્યક્રમને સફળ બનાવવા ડો. જીતુ ભાલોડીયા, કપિલ મકવાણા, કુલદિપ જોષીએ જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમનું સંચાલન કુ. આસ્થા ધોકીયાએ સંભાળ્યુ હતુ. આ પ્રસંગે યુનિ.નાં રજીસ્ટ્રાર ડો. દિલસુખ સુખડીયા, અને ત્રણ જિલ્લાની ૧૬૦ થી ઉપરાંત કોલેજોનાં નોડલ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)