ઝુંપડપટ્ટી વિસ્તારમાં રહેતા લોકોને ઉતરાયણ પર્વની ઉજવણી માટે જરૂરી ચીજવસ્તુઓ ની કિટ નું વિતરણ શ્યામ મહિલા મંડળ, જુનાગઢ દ્વારા કરવામાં આવ્યું.
ભારતીય સંસ્કૃતિમાં દરેક તહેવારોનું મહત્વ છે જેમાં મકરસંક્રાંતિના પવિત્ર દિવસે દાન પુણ્યનું ખૂબ જ મહત્વ છે જેના અનુસંધાને શ્યામ મહિલા મંડળ, જૂનાગઢ દ્વારા ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતા લોકોને તલના લાડુ, મમરાના લાડુ ,તલ અને સીંગ ની ચીકી, પારલે બિસ્કીટ,ચોકલેટ, ટોસ પટ્ટી, મસાલા વાળા ભુંગળા વગેરે વસ્તુઓને કીટ બનાવી વિતરણ કરવામાં આવેલ તેમજ બાળકોને પતંગ અને દોરાનુ પણ વિતરણ કરવામાં આવેલ.
આ કાર્યક્રમમાં પ્રમુખશ્રી મીનાબેન ધીરુભાઈ ગોહેલ, ઉપપ્રમુખ શ્રીમતી રંજનબેન મોરવાડિયા, મંત્રીશ્રીમતિ અરુણાબેન ભાલીયા ખજાનચી શ્રીમતી છાયાબેન ચોટલીયા, ભાવનાબેન ચાવડા, હંસાબેન ચોટલીયા, માલતીબેન રાઠોડ, કરુણાબેન મારું તેમજ કન્વીનરશ્રી કિશોરભાઈ ચોટલીયા, ભરતભાઈ ભાલિયા વગેરે ઉપસ્થિત રહી વિતરણ કરવામાં આવેલ હતું.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)