સુરત શહેરના ઉધના પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં થયેલી ઘરફોડ ચોરીના ગુનામાં ગંભીર કાર્યવાહી કરતા ઉધના સર્વેલન્સ ટીમે ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ કરીને મોટો મુદ્દામાલ કબજે કર્યો છે.
આરોપી પાસેથી પોલીસે સોના-ચાંદીના દાગીના કિમત રૂ. 72,000/- અને રોકડ રકમ રૂ. 1,15,000/- મળીને કુલ રૂ. 1,87,000/- ના ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો છે.
આ સફળતા પાછળ સુરત શહેરના પોલીસ કમિશ્નર શ્રી અનુપમસિંહ ગહલૌત સાહેબ, ખાસ પોલીસ કમિશ્નર શ્રી વાબાંગ જામીર (સેકટર-૧), નાયબ પોલીસ કમિશ્નર શ્રી ભગીરથ ગઢવી (ઝોન-૨) અને નાયબ પોલીસ કમિશ્નર શ્રી ચિરાગ પટેલ (સી ડિવીઝન) ના માર્ગદર્શન અને સુચનાઓ મહત્વપૂર્ણ સાબિત થઈ છે.
શહેરમાં વાહનચોરી અને ઘરફોડના ગુનાઓમાં ઘટાડો લાવવા તેમજ આવા ગુનાઓમાં સંડોવાયેલા શખ્સોને ઝડપી લેવા પોલીસ તંત્ર દ્વારા સતત તકેદારી રાખવામાં આવી રહી છે. જેના ભાગરૂપે ઉધના સર્વેલન્સ ટીમે આ કાર્યવાહી કરતી અનુકરણીય કામગીરી દાખવી છે.
ઉધના પોલીસની ઝડપભરી કાર્યવાહીથી સ્થાનિક લોકોમાં સુરક્ષાની લાગણી વઘી છે અને પોલીસ તંત્રના કાર્યની પ્રશંસા કરવામાં આવી રહી છે.