સ્થળ: ઉધના, સુરત
અનાપ-શનાપ જુગારને બેરોકટોક ચાલતા અટકાવવા માટે સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અંજૂ મિશ્રા ગહલોત તથા ખાસ પોલીસ કમિશનર શ્રી ભગીરથ ગઢવી “ઝોન-૨” તથા નાયબ પોલીસ કમિશનર શ્રી ચિરાગ પટેલ (સી ડિવિઝન) દ્વારા મળેલા દિશાનિર્દેશ અનુસાર ઉધના પોલીસ સ્ટેશનના કર્મચારીઓ દ્વારા ખાસ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
આ ઓપરેશન દરમિયાન પો.ઇન્સ્પ. એસ.એન. દેસાઈ તથા પો.સબ.ઇન્સ્પ. એમ.કે. ઈશરાણી તથા તેમની સાવચેત ટિમે બાતમીના આધારે વલભ વસાહત, ઘર નં-૯૭ની સામે રસ્તા પર સ્ટ્રીટ લાઈટ નીચે ત્રણ પાનાં પર નાણાકીય રકમ માટે જુગાર રમતા આરોપીઓને ઝડપી પાડ્યા હતા.
પકડાયેલા આરોપીઓ પાસેથી ₹11,180/-ની રોકડ રકમ, જુગાર માટે વપરાતા પાનાં તથા દાવપરના મટેરિયલ સાથે તેમને ઝડપી લેવામાં આવ્યા છે.
પકડાયેલા આરોપીઓની વિગત:
- યશવંત ધીરૂભાઈ રાઠોડ (ઉ.વ. 44) – રહેવાસી: મફતનગર, ઉધના
- દિપક કાશીનાથ કોલે (ઉ.વ. 30) – રહેવાસી: સજંયનગર-3, ઉધના
- ધમેન્દ્ર મધુકરસોનવણે (ઉ.વ. 32) – રહેવાસી: મદનપુરા ગલી નં-1, એલ્ફાબયાત
- સફીક ઈસાક અસારી (ઉ.વ. 40) – રહેવાસી: વલભ વસાહત, રોડ નં-13, ઉધના
આ તમામ સામે IPC કલમ ૧૨ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે અને કાયદેસરની કાર્યવાહી આગળ ધપાવવામાં આવી રહી છે.
કામગિરી કરનાર ટીમ:
- પો.ઇન્સ્પેક્ટર એસ.એન. દેસાઈ
- પો.સબ.ઇન્સ્પ. એમ.કે. ઈશરાણી
- તથા તેઓના માર્ગદર્શન હેઠળની પોલીસ સવાલિલન્સ ટીમ
ઉધના પોલીસ સ્ટેશન, સુરત
📧 Email: polstn-udhana-sur@gujarat.gov.in
📞 Telephone: 0261-2277155