ઉધના વિસ્તારમાં ચોરો થયા સક્રિય, દિન દહાડે બાટલા ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ, પોલીસની કામગીરી પર સવાલ

સુરતના ઉધના વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી ચોરીની ઘટનાઓ વધી રહી છે. તાજેતરમાં ઉધનાના શક્તિનગર ઝોપડપટ્ટી પાસે દિનદહાડે બાટલા ચોરીની ઘટના બની હતી. ચોરોએ એવી બેફિકરીથી ચોરી કરી કે જાણે પોલીસનું અહીંયે કોઈ ભય જ ન હોય.

પ્રાપ્ત માહિતી મુજબ, ચોરો માટે ઉધના વિસ્તાર જાણે ખુલ્લું મેદાન બની ગયું છે. દિન દહાડે લોકોની નજર સામે ચોરી કરી ભાગી જવાના કિસ્સાઓ વધી રહ્યા છે. ચોરોએ ચતુરાઈપૂર્વક બાટલા ચોરી કર્યા હતા જે સમગ્ર ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં સ્પષ્ટ રીતે કેદ થઈ ગઈ છે.

સીસીટીવી ફૂટેજ હાલમાં સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઇ રહ્યું છે, જેમાં ચોરો ચોરી કરતા નજરે પડે છે. સ્થાનિક લોકોએ પોલીસ તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી છે અને તાત્કાલિક ચોરોને પકડવાની માંગ ઉઠાવી છે.

હવે જોવાનું એ છે કે ઉધના પોલીસ આ ચોરો પર ત્વરિત પગલા ભરશે કે નહીં? લોકોમાં ચર્ચા છે કે આવા ખૂલ્લા આક્ર્મણ કરતા ચોરો સામે કડક પગલાં ભરવામાં મોડું તો નહીં થાય?

👉 વિશેષ:
✔️ સીસીટીવી ફૂટેજ મળ્યા બાદ પોલીસે તપાસ શરૂ કરી છે.
✔️ સ્થાનિકોમાં ભયનું વાતાવરણ સર્જાયું છે.
✔️ પોલીસનો સક્રિય અભિગમ જરૂરી.

અહેવાલ :- બ્યુરો રિપોર્ટ