ઉનાના અહે.માંડવી ચેક પોસ્ટ તોડ કાંડના આરોપી નિલેશપુરી ગોસ્વામીના જામીન હાઈ કોર્ટ દ્વારા કરાયા મંજુર….
ગત 31 ડીસે.ની પૂર્વ સંધ્યાએ ઉનાના અહે.માંડવી ચેક પોસ્ટ પર ફરજ બજાવતા પોલીસ કર્મીઓ દ્વારા દીવ તરફથી આવતા પ્રવાસીઓને રોકી તોડ કરવામાં આવતો હોવાની ફરિયાદ લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો ને કરાતા ગીર સોમનાથ એ સી બી ટીમ દ્વારા રાત્રિના સમયે રનિંગ ડિકોય કરાતા પ્રવાસીઓ પાસેથી તોડ કરનાર પોલીસ નો વચેટિયો નિલેશ તડવી ઝડપાઇ જતાં સઘન પુછપરછ કરતા નિલેશ તડવી એ વટાણા વેરી નાખતા ઉના પી.આઇ નિલેશપુરી ગોસ્વામી અને એ.એસ.આઇ નિલેશ મૈયાનું નામ ખુલતા એ સી બી ટીમે ખાનગી માણસ નિલેશ તડવી,ઉનામાં ફરજ બજાવતા પી.આઈ. નિલેશપુરી ગોસ્વામી,અને એ.એસ.આઇ નિલેશ મૈયા વિરૂદ્ધ ગુન્હો નોંધાવામાં આવ્યો હતો.
ત્યારે નાસ્તા ફરતા આરોપી ઉનાના તત્કાલીન પી આઈ નિલેશપુરી ગોસ્વામી અને એ એસ આઇ નિલેશ મૈયા ને ઝડપી પાડ્યા બાદ કોર્ટમાં રિમાન્ડ અર્થે રજૂ કરવામાં આવતા 15 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા બાદ જેલ હવાલે ધકેલી દેવાયા હતા બાદ મા ઉના કોર્ટમાં જામીન અરજી કરવામાં આવતા જામીન નામંજુર થતા ગુજરાત હાઈ કોર્ટમાં જામીન અરજી કરાતા વચેટિયા નિલેશ તડવી ના 10 દિવસ પૂર્વે જામીન મંજુર થયા હતા બાદ ઉનાના તત્કાલીન પી આઈ નિલેશપૂરી ગોસ્વામી ની પણ જામીન અરજી કરવામાં આવતા ગુજરાત હાઈ કોર્ટ દ્વારા જામીન મંજુર કરવામાં આવ્યા હતા આ કેસમાં આરોપી તરફે કમલ પડશાળા અને પ્રવીણ એસ. ગોંડલિયા રોકાયેલ હતા
અહેવાલ: હુસેન ભાદરકા (ગીર સોમનાથ)