ગીર સોમનાથ
ઉનાના દેલવાડા ગામ નજીક આવેલ ગુપ્ત પ્રયાગ વૃદ્ધાશ્રમ છેલ્લા 15 વર્ષથી ચાલી રહ્યું છે આ વૃદ્ધાશ્રમમાં 30 મહિલાઓ અને 30 પુરુષો મળી કુલ 60 લોકો રહે છે જેમણે પવિત્ર રક્ષાબંધનના તહેવારની ઉજવણી કરી હતી આ ગુપ્ત પ્રયાગ વૃદ્ધાશ્રમ ઉના થી આઠ કિમી દૂર આવેલું છે જેમાં વૃદ્ધોએ રક્ષાબંધનની ઉજવણી કરી હતી બહેન ભાઈની ઘરે જઈ રક્ષા કરવા રાખડી બાંધી રક્ષાબંધનનો પર્વ ઉજવવામાં આવે છે ત્યારે પરિવારથી વિખુટા પડેલા અને જીવનનો અંતિમ સમય વિતાવી રહેલા વૃદ્ધાશ્રમના વડીલોએ પણ રક્ષાબંધનના પર્વને હરખભેર મનાવ્યો હતો
આ ગુપ્ત પ્રયાગ વૃદ્ધાશ્રમમાં પરિવારથી અલગ થઈ રહેતા વૃદ્ધ મહિલા અને પુરુષો વૃદ્ધાશ્રમમાં રહીને પરંપરાગત તહેવારોની ઉજવણી કરતા હોય છે ત્યારે ગુપ્ત પ્રયાગ વૃદ્ધાશ્રમમાં છેલ્લા ઘણા વર્ષોથી અહીં પોતાનું જીવન વિતાવી રહેલા વૃદ્ધોએ રક્ષાબંધનનો પર્વ હરખભેર મનાવ્યો હતો રક્ષાબંધનના આ પર્વ નિમિત્તે વૃદ્ધ મહિલાઓ અને મહિલા પોલીસે વૃદ્ધ પુરુષોને રાખડી બાંધી રક્ષાબંધન દિવસની ઉજવણી કરી હતી તેમજ પરિવારમાંથી ઘણી બહેનો પણ ભાઈને મળવા માટે રાખડી બાંધવા માટે આવતા હોય છે ત્યારે લાગણી ભર્યા દ્રશ્યો સર્જાતા હોય છે
રક્ષાબંધન એટલે ભાઈ અને બહેનના પ્રેમનો પર્વ પરંતુ વૃદ્ધાશ્રમમાં રહેતા વૃદ્ધો આ પર્વ દરમિયાન પોતાના સ્નેહીજનોને યાદ કરતા હોય છે ત્યારે આ વૃદ્ધાશ્રમમાં રહેતા વૃદ્ધ મહિલાઓ અને મહિલા પોલીસ સ્ટાફના એ.એસ.આઈ કંચનબેન ભેડા,મહિલા પોલીસ કોન્સ્ટેબલ. ભાવિબેન બારૈયા, મહિલા પોલીસ કોન્સ્ટેબલ.કંચનબેન ગોહિલ સહિતનાઓએ ગુપ્ત પ્રયાગ વૃદ્ધાશ્રમમાં વૃદ્ધોને લલાટે કુમકુમ તિલક કરી રાખડી બાંધી મો મીઠું કરાવ્યું હતું અને અને આશીર્વાદ મેળવ્યા હતા.
અહેવાલ:- હુસેન ભાદરકા ( ગીર સોમનાથ)