ઉનામાં બળાત્કાર અને આપઘાત માટે દુસ્પ્રેરણના આરોપીને પોલીસની ઝડપી અટક.

આરોપી ફારૂકભાઈ કરીમભાઈ જેઠવા, મુસ્લિમ, રહે. નીચલા રહીમ નગર, ઉનાએ, ભોગ બનનારાને લગ્ન કરવાની લાલચ આપી તેની મરજી વિરૂદ્ધ શરીરસંબંધ બાંધી બળાત્કાર કર્યો હતો. આરોપીએ જાનથી મારી નાખવાની ધમકી આપીને ભોગ બનનાર તથા તેની માતાને દબાણમાં રાખ્યા હતા.

આ દૂષણ અને ધમકીઓથી દુઃખિત ભોગ બનનારાએ એસિડ પી જાતે આપઘાત કર્યો હતો. સારવાર દરમ્યાન તેનું દુઃખદ અવસાન થયું. ભોગ બનનારાની માતાની ફરીયાદના આધારે તા. 31/07/2025ના રોજ ઉના પોલીસ સ્ટેશનમાં ભારતીય સાક્ષ્ય અધિનિયમ-2023ની કલમ 64(1), 108, 351(2),(3) મુજબ ગુન્હો નોંધાયો હતો.

જુનાગઢ વિભાગના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાંજડીયા તથા ગીર સોમનાથ જિલ્લાના પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ આરોપીને ઝડપી પકડવા સૂચના આપવામાં આવી.

એમ.એફ. ચૌધરી, નાયબ પોલીસ અધિક્ષક ઉના વિભાગ અને એમ.એન. રાણા, પોલીસ ઇન્સ્પેક્ટર ઉના પોલીસ સ્ટેશનના માર્ગદર્શન હેઠળ, તપાસકર્તા કે.એમ. ચાવડા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર સહિત બે અલગ-અલગ ટીમો બનાવી ટેકનિકલ સર્વેલન્સ અને માનવ સૂત્રો મારફતે આરોપીની શોધખોળ હાથ ધરાઈ.

સતત મહેનતના પરિણામે આજરોજ આરોપી ફારૂકભાઈ કાસમભાઈ જેઠવા, મનસુરી, ઉંમર 44, રહે. મનસુરી શેરી, નીચલા રહીમ નગર, ઉનાને ધોરણસર અટક કરવામાં આવ્યો છે. હાલ આરોપી પોલીસ કસ્ટડીમાં છે અને તેની સઘન તપાસ ચાલુ છે.

અહેવાલ પ્રકાશ કારાણી વેરાવળ સોમનાથ.