ઉના અને વેરાવળમાં વરસાદથી ક્ષતિગ્રસ્ત રોડનું યુદ્ધના ધોરણે સમારકામ શરૂ.

ગઈ કાલથી સતત વરસાદની અસરથી જિલ્લામાં અનેક માર્ગો પર ખાડા અને નુકસાન સર્જાતા વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશાનિર્દેશ અને કલેક્ટર એન.વી. ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) દ્વારા તાત્કાલિક સમારકામની કામગીરી શરૂ કરવામાં આવી છે.

ઉનાના દાંડીથી આમોદ્રા રસ્તા પર પેચવર્કનું કામ ઝડપથી ચાલી રહ્યું છે, જયારે વેરાવળના દેદાથી વાવડી સુધીના રોડ પર મેટલ પેચવર્ક દ્વારા ખાડાઓનું સમારકામ હાથ ધરવામાં આવ્યું છે.

વિભાગ દ્વારા જણાવ્યું કે વરસાદ દરમિયાન વાહનચાલકોને અડચણ ન આવે અને ગ્રામજનોની દૈનિક અવરજવર સુવ્યવસ્થિત રહે તે માટે માર્ગોના કામને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે.

અહેવાલ: પ્રકાશ કારાણી, વેરાવળ-સોમનાથ