ઉના ખાપટ રોડ ઉપર ઉગી નીકળેલ ઝાડ પર અજાણ્યા ઈસમોએ લગાવી આગ…

ઉના ખાપટ રોડ ઉપર ઉગી નીકળેલ ઝાડ પર અજાણ્યા ઈસમોએ લગાવી આગ…

ઉના :

અજાણ્યા ઇસમો દ્વારા છેલ્લા ઘણા દિવસો થી આ ખાપટ ઉના રોડની બંને બાજુ આગ ચાંપવામાં આવી રહી છે ? આ આગ લગાડનાર વ્યક્તિ કોણ ? શા માટે આ રોડ ની બંને તરફ રોજ સાંજના સમયે કે રાત્રે આગ લગાડવામાં આવે છે? અવાર નવાર રોજ રોડની બંને બાજુ આવેલ ઝાડી ઝાંખરા માં આગ લાગતાં હજારો નવા ઉગી નીકળેલા ઝાડ બળીને ખાખ થઈ ગયા.. એશિયાનું રક્ષિત તાડિયા ના હજારો નવા ઉગી નીકળેલા છોડ પણ બળીને ખાખ..આશરે 6 કિલોમિટર ના રોડ ની બને બાજુ આગ લગાડીને મોટા પ્રમાણમાં વૃક્ષો ને બાળી ને ખાખ કરી દેવામાં આવ્યા..

*ઉના ખાપટ રોડ ઉપર આગ લાગવાનો બનાવ..*

રોજ સાંજે કે મોડી રાત્રે અજાણ્યા ઈસમો દ્વારા રોડ ની બંને તરફ આગ લગાડવામાં આવે છે..હાલ આ આગ લાગતાં વન વિભાગને કરાતા વન વિભાગના કર્મીઓ પહોંચ્યા ઘટના સ્થળ પર…વન વિભાગના ચાર લોકો નાની બાલટી લઈને આગ બુઝાવવા દોડી આવ્યા…

વન વિભાગ અને માર્ગ મકાન વિભાગ દ્વારા કોઈ ઝાડની ઉછેર તો કરવામાં આવતો નથી પણ કુદરતી રીતે ઉગી નીકળતા ઝાડનું જતન પણ કરી શકતા નથી..

 

*આ વિસ્તારમાં દિન પ્રતિદિન ઝાડમાં આગ લાગવાના બનાવો બને છે*

રોડની બંને બાજુ આગ લાગતાં આગના ધુમાડાથી વાહન ચાલકો પરેશાન થયા હતા….

આ વિસ્તારમાં વન વિભાગની બેદરકારીને લીધે અવાર નવાર લાગતી હોય છે આગ…

એક તરફ વન વિભાગ દ્વારા વૃક્ષો ઉગવવામાં આવે છે ત્યારે કુદરતી રીતે ઉગી નીકળેલ વૃક્ષોને અજાણ્યા ઇસમો દ્વારા આગ લગાવવામાં આવે છે….

 

 

અહેવાલ :- હુસેન અહેમદ ભદરકા