ઉના તાલુકાના કાજરડી ગામેથી રહેણાંક મકાનમાંથી 537દારૂની નાની બોટલો પકડી પાડતી ગીર સોમનાથ એલ.સી.બી..

ગીર સોમનાથ

ઊના તાલુકા પંથકમાં કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાંથી અવારનવાર ભારતીય બનાવટનો વિદેશી દારૂ મોટા પ્રમાણમાં ઘુસાડવામાં આવે છે. અને પોલીસ દ્વારા સઘન ચેકીંગ પણ કરવામાં આવે છે તેમ છતાં દરિયાઈ ખાડી મારફતે બુટલેગરો દ્વારા દારૂ ઘુસાડવામાં આવે અને દારૂનું વેચાણ કરવામાં આવે છે.

કાજરડી ગામે કરિયાણા સ્ટોર વાળી ગલીમાં ચામુંડા નિવાસ નામના મકાનમાંથી ગીર સોમનાથ જિલ્લા એલસીબી એ રેડ કરી મોટા પ્રમાણમાં દારૂના જથ્થા સાથે બે આરોપીઓને પકડી પાડયા જ્યારે દારૂ સપ્લાય કરનાર કેન્દ્ર શાસિત પ્રદેશ દીવનો પંચમૂર્તી વાઇન શોપના સંચાલક ને પકડવાનો બાકી…

અહેવાલ:- હુસેન ભાદરકા (ગીર સોમનાથ)