ઉના તાલુકાના પસવાળા ગામના ખેડૂતે તુરીયા ની ખેતી કરી કમાય છે સારી એવી રકમ.

ગીર સોમનાથ

મહેનત કરને વાલો કી હાર નહિ હોતી. ખેતી કરવી દિવસે દિવસે મોંઘી થતી જાય છે અને ખેતીમાં કામ કરવા માટે લોકો પણ મળતા નથી. ઉપર જતાં વાતાવરણની અસરને લીધે ખેતીમાં ઉત્પાદન પણ થતું નથી જેથી ખેડુતને મહેનત માથે પડે છે. પણ ખેડુત તેમાંથી પણ મહેતન કરીને પોતાનો રસ્તો કરી લેતો હોય છે.

ઉના તાલુકાના પસવાળા ગામના આ પ્રગતિશીલ ખેડૂત વિશેની વાત કરવી છે. આજે મોંઘા બિયારણ,રાસાયણિક ખાતરો, દવાઓ અને ખેત મજૂરોના ખર્ચા કર્યા બાદ ખેડુતને પોતાની મહેનતનું કંઈ વધતું નથી જેથી હવે ખેંતી કરવી મોંઘી પડી છે.ટુંકી ખેતીમાં અન્ય અનાજનું ઉત્પાદન લઈ શકાતું નથી. જેથી ખેડૂત રોકડીયા પાકો અને શાકભાજી તરફ વળ્યા છે.. જેમાં પસવાળા ગામના પ્રગતિશીલ અને મહેનતી ખેડૂત કનુ ભાઈએ પોતાની કોઠા સુજબુઝ થી શાકભાજીમાં તુરિયાની ખેતી કરે છે અને કનુ ભાઈ મોટા પ્રમાણમાં તુરીયા ઉત્પાદન અને ખૂબ મોટી સાઇઝના ઓર્ગેનિક તુરીયાની ખેતી કરે છે.માત્ર અઢી વીઘાની જમીનમાં આંબાની બાગની વચ્ચે બે ગાળામાં 120 વેલાનું વાવેતર કર્યું છે.. જેઠ મહીનામાં આ તુરિયના બીજનું વાવેતર કરી તેમાં દેશી ખાતર ભરવામાં આવે છે અને ત્યારબાદ તેમાં ડ્રિપ થી પાણી સમયસર આપવામાં આવે છે.. વાતાવરણ અનુકૂળ રહેતા દોઢ મહિનામાં વેલાને ચડાવવા વાંસ અને તારનો મેડો બનાવવામાં આવે છે અને વેલા તેની ઉપર ચડાવવામાં આવે છે.

તુરિયાના વેલાને માવજતમાં મૂળિયાં માં વાવેતર સમયે દેશી ખાતર ઉપરાંત જરૂરી સમયે દેશી ગાયના ગૌમૂત્ર,છાણ, આંકડો ,છાશ,સિતાફળીના પાન વગેરે માંથી તૈયાર કરેલ એક દ્રાવણ પાણીમાં આપવામાં આવે છે.આ તુરિયની સાઈઝ અને વજન અન્ય તુરીયા કરતાં કંઇક અલગ છે.આ તુરીયા બે ફૂટ થી વધુ સાઈઝના મોટા હોય છે જેથી આ તુરીયાનો ભાવ પણ કિલોના 30 થી 50 સુધી માર્કેટમાં હોલસેલમાં મળી આવે છે..પરિવારના સભ્યો તુરીયાને વેલા ઉપરથી ઉતારવામાં અને માર્કેટ સુધી પહોંચાડવામાં મદદરૂપ થાય છે.કનુ ભાઈ ના આ તુરીયા લોકો ઓર્ડર થી ખરીદ કરતા હોય છે.ખાસ ઉના અને કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ , ઘોઘલા અને વણાકબારામાં આ તુરીયા ની માંગ છે.આમ આ અઢી વીઘા જમીનમાં

અહેવાલ:- હુસેન ભાદરકા (ગીર સોમનાથ)