ગીર સોમનાથ
ઉના તાલુકા પંથકમાં પાણી પુરવઠા ની અનેક યોજનાઓ હોવા છતાં નાથળ ગામના લોકો પીવાના પાણીની સમસ્યાથી પરેશાન છે નાથળ ગામના તળાવ પાસે વસવાટ કરતા મહિલાઓને અને બાળકોને પાણી ભરવા માટે દૂર સુધી જવું પડે છે આ નાથળ ગામની કુલ વસ્તી 7000 જેટલી છે અને તમામ લોકો ખેતી અને મજૂરીના વ્યવસાય સાથે સંકળાયેલા છે ગામમાં કુલ ૧૭ જેટલા ઝોન આવેલ છે અને બે જેટલા પાણીના સંપ છે છતાં પણ આ ગામમાં ૧૦ થી ૧૨ દિવસે પાણી આવે છે પાણી ન આવતું હોવાથી લોકોને દુર સુધી ખાનગી માલિકીના સંપના પાણી ભરવા જવું પડે છે
જે બાબતે ગ્રામજનો દ્વારા સરપંચ અને તાલુકા પંચાયત પ્રમુખને અનેક વખત રજુઆત કરવા છતાં પણ પાણી આપવામા આવતુ નથી ત્યારે રાજ્ય સરકાર ગ્રામજનોને પીવાના પાણી માટે લાખો કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવે છે પરંતુ આ નાથળ ગામના તળાવ કાંઠા વિસ્તારના લોકોની મુશ્કેલીનો અંત ક્યારે આવશે તે જોવું રહ્યું.
અહેવાલ:- હુસેન ભાદરકા (ગીર સોમનાથ)