ઉના ભાવનગર હાઈવે પર સર્વિસ રોડ મુદ્દે નાયબ કલેકટરને રજુઆત કરાઈ.

ભાવનગર

ઉના ભાવનગર નેશનલ હાઈવે પર આવતા નાઠેજ- વ્યાજપુર, સમઢિયાળા- રામેશ્વર, તેમજ ગાંગડા ગામ પાસે સર્વિસ રોડ અને સર્કલ ના હોવાના કારણે અકસ્માત થઈ રહ્યા છે. જેથી ઉના ભાવનગર સોમનાથ હાઈવે પર આવતા ૧૫ થી ૨૦ ગામના સરપંચો, આગેવાનો અને ગ્રામજનો દ્વારા ઉના ભાવનગર સોમનાથ હાઇવે ઉપર સર્વિસ રોડ અને સર્કલ બનાવવા બાબતે ઉનાના કાર્યશીલ ધારાસભ્યશ્રી કાળુભાઈ રાઠોડ ને રજુઆત કરવામાં આવી હતી.

આ રજુઆતને ધ્યાને લઈ ઉનાના લોકપ્રિય ધારાસભ્યશ્રી કાળુભાઈ રાઠોડ એ રૂબરૂ સ્થળની મુલાકાત લીધી હતી. અને આજુબાજુ ના ગામ લોકોને તેમજ વાહનચાલકોને પડતી હાલાકી દૂર કરવા સર્વિસ રોડ અને સર્કલ બનાવવા આ સમસ્યાનો વહેલી તકે નિકાલ કરવા માટે ડે. કલેકટરશ્રી સી.પી. હિરવાણીયા સાહેબ અને નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારીઓને ધારાસભ્યશ્રી એ સૂચના આપી હતી. આ તકે સરપંચશ્રીઓ, આગેવાનશ્રીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા..

અહેવાલ : – ગુજરાત બ્યુરો