ઉના શહેરમાં જિલ્લા પુરવઠા ખાતાંની રેડમાં શંકાસ્પદ અનાજ નો જથ્થા ની સાથે મોટા પ્રમાણમાં દારૂ પણ મળી આવ્યો.

ગીર સોમનાથ

જિલ્લા કલેક્ટરના આદેશ થી ગીર સોમનાથ જિલ્લા પુરવઠા અધિકારી તેમજ ઉના મામલતદારે ઉનાના ધૂળકોટીયા વિસ્તારમાં નગરપાલિકાના પાણીના ટાંકા પાસે ગેરકાયદેસર બાંઘકામ ગોડાઉનમાં મોટા પ્રમાણમાં શંકાસ્પદ ૧૯૪ અનાજના કટ્ટા અને સાથે ભારતીય બનાવટનો વિદેશી દારૂ બોટલ ૧૩૫૩ નંગ પણ મળી આવી…

સમગ્ર ઘટનાને લઈને ઉના પ્રાંત અધિકારી પોતાની ટીમ સાથે પણ સ્થળ ઉપર પહોંચી ગયેલા.. સ્થળ ઉપર થી ઘઉં 11 કટ્ટા,બાજરી 11.5 કટ્ટા,ચોખા 170 કટ્ટા,બાળ ભવન બાળ શક્તિ17 પેકેટ મળી આવેલા તેમજ બાજુના ભાગે બાથરૂમના ઉપરના ભાગે ની ઓરડીમાં ૧૩૫૩ ક્વાર્ટર નંગ દારૂનો જથ્થો છુપાવેલ મળી આવેલ…

સ્થળ ઉપર મળી આવેલ જથ્થો અને ગોડાઉન અમરેલી જિલ્લા ના ખાંભાના યોગેશ ગિરિ ગૌસ્વામી નું હોવાનું તપાસમાં જાણવા મળેલ… સ્થળ ઉપર મળી આવેલ વ્યક્તિ રોજકામ કરતી સમયે ત્યાંથી ભાગી છૂટવામાં સફળ રહેલ…

મોટા પ્રમાણમાં દારૂ મળતા ઉના પોલીસ સ્ટેશન પી.આઇ. રાણા તેમજ તેમની ટીમ ઘટના સ્થળે આવી ને દારૂનો મુદ્દામાલ જપ્ત કરેલ અને કાયદેસર ની કાર્યવાહી હાથ ધરેલ.જિલ્લા કલેકટરની આ રેડ થી સમગ્ર વિસ્તારમાં ફફડાટ વ્યાપી ગયેલ.. ગેરકાયદેસર બાંઘકામ ગોડાઉન અને આટલા પ્રમાણમાં શંકાસ્પદ અનાજનો જથ્થો અને દારૂ ક્યાંથી આવ્યોએ તપાસનો વિષય…

અહેવાલ:- હુસેન ભાદરકા (ગીર સોમનાથ)