ઉપલા દાતાર ની જગ્યાએ 26 જાન્યુઆરી ધ્વજ વંદન કરાયું.

જુનાગઢ કોમી એકતા ના પ્રતિક સમી ઉપલા દાતારની જગ્યામાં બધા ધાર્મિક તથા રાષ્ટ્રીય તહેવારો ધામધૂમથી ઉજવવામાં આવે છે જે મુજબ દેશના 76 માં પ્રજાસત્તાક દિન નિમિત્તે આજરોજ 26 જાન્યુઆરી ના રોજ મહંતશ્રી ભીમ બાપુ દ્વારા દેશના પ્રજાસત્તાક પર્વની ભાવિકો સાથે અને વિદ્યાર્થીઓ સાથે જગ્યા ખાતે રાષ્ટ્રધ્વજને ફરકાવી અને સલામી આપવામા આવી હતી આ પ્રસંગે ઉપસ્થિત દાતારના દર્શને પધારેલા ભાવિકો અને વિદ્યાર્થીઓએ રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી તેમજ દાતારની જગ્યામાં રાષ્ટ્ર ભાવનાની જ્યોત અવિરત પ્રગટેલી રહે તે માટે જગ્યા ના મહંતશ્રી ભીમ બાપુ દ્વારા દાતારની જગ્યામાં તમામ તહેવારો ઘામ ધૂમથી ઉજવવામાં આવે છે.

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)