ઉમરાળા પ્રોહીબીશન ગુનામાં BNSS 72 મુજબના વોરંટવાળા આરોપી હરેશ ધાંધલને ભાવનગર S.O.G. દ્વારા ઝડપાયો.

ભાવનગર જિલ્લામાં પ્રોહીબીશનના ગુન્હાઓમાં નાસતા ફરતા આરોપીઓ વિરુદ્ધ પોલીસ દ્વારા કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ભાવનગર રેન્જના પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર તથા જીલ્લાના પોલીસ અધિક્ષક ડો. હર્ષદ પટેલની સૂચનાઓને અનુસંધાને, પ્રોહીબીશન તથા પેન્ડિંગ વોરંટ ધરાવતા આરોપીઓની ઝડપ માટે ખાસ ડ્રાઈવ હાથ ધરવામાં આવી છે.

આ અભિયાન અંતર્ગત, એસ.ઓ.જી. શાખાના ઇન્ચાર્જ પો.ઇન્સ્પેક્ટર ડી.યુ. સુનેસરા સાહેબના માર્ગદર્શન હેઠળ કાર્યરત ટીમ પેટ્રોલિંગ દરમ્યાન ગામ દડવા જવાના રસ્તા ઉપરથી ઉમરાળા પોલીસ સ્ટેશનના ગુનાના BNSS 72 મુજબના ધરપકડ વોરંટ ધરાવતા આરોપી હરેશભાઈ કનુભાઈ ધાંધલ (ઉ.વ. 26, ધંધો ખેતી, રહેવાસી – ચાડા, રતનપર, તા. વલ્ભીપુર, જી. ભાવનગર) ને ઝડપી લીધો હતો.

આરોપી ઉમરાળા પો.સ્ટે.ના ગુ.ર.નં. 11198059250086/2025માં પ્રોહીબીશન કલમ 65(ઈ), 116(બી), 81 વગેરે હેઠળ ગુનામાં સંડોવાયેલ હતો અને પકડથી દૂર રહેતો હતો. મળેલી ચોક્કસ બાતમી આધારે એસ.ઓ.જી.ની ટીમે સ્થળ પર પહોંચી ગિરફ્તાર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી અને ત્યારબાદ આરોપીને ઉમરાળા પોલીસ સ્ટેશનના અધિકારીઓને કાયદેસરની પ્રક્રિયા સાથે સોપી આપ્યો હતો.

આ સફળ કામગીરીમાં એસ.ઓ.જી.ના પો.ઇન્સ. જે.ડી. બારોટ, એ.એસ.આઈ. ગુલમહંમદ કોઠારિયા, વિઠ્ઠલભાઈ ચૌહાણ, પો.કોન્સ. હરપાલસિંહ ગોહિલ, ધર્મદીપસિંહ જાડેજા, પાર્થભાઈ પટેલ, મિનાજભાઈ ગોરી અને DPC સુરેન્દ્રસિંહ ગોહિલની અગત્યની ભૂમિકા રહી હતી.

નાસતા ફરતા આરોપીની ઝડપથી પોલીસતંત્રની તકેદારી અને સતર્ક કામગીરીอีกવાર સાબિત થઈ છે. ભવિષ્યમાં પણ આવા ગુનાઓ અને ગુનેગારો સામે કડક કાર્યવાહી ચાલુ રહેશે.

અહેવાલ: સતાર મેતર, સિહોર