નવસારી શહેરમાં તારીખ ૧૬ ફેબ્રુઆરી રવિવાર નાં રોજ ખલીફા હૉલ ખાતે આંખ તપાસ શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું નવસારી ની જાણીતી સંસ્થા એકતા ટ્રસ્ટ નવસારી અને સ્વામી વિવેકાનંદના નેત્ર મંદિર નાં સંયુક્ત ઉપક્રમે વિનામૂલ્યે જરૂરિયાતમંદ લોકો ની આંખ નાં તપાસ રોગો ની તપાસ અને નિદાન થાય તે માટે સેવાકીય કાર્ય નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિનામૂલ્યે આંખ ની તપાસ તેમજ વિનામૂલ્યે નંબર વાળા આંખ નાં ચશ્મા અને આંખ નાં મોતિયા નો વિનામૂલ્યે ઓપરેશન કરવા જેવી સુવિધાઓ પુરી પાડવામાં આવી હતી,
એકતા ટ્રસ્ટ નાં પ્રમુખ આદિલભાઈ શાહ તથા ઉપપ્રમુખ રીયાઝ ભાઈ લોહિયા તેમજ જાહીદભાઈ ખલીફા, સોયેબ ભાઈ મલેક, અનીસ ભાઈ, ઈકબાલ ભાઈ મેમણ અને ફરહાન ખાન એ સેવાકીય કાર્ય ને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી એકતા ટ્રસ્ટ દ્વારા ફોર્મ નું વિતરણ કરી લાભાર્થીઓની સમસ્યા ની વિગતો મેળવી તેની યોગ્ય સારવાર થાય તેવી સુંદર ગોઠવણ કરી હતી જેમાં આશરે 300 જેટલા લાભાર્થીઓએ આંખની તપાસ કરાવી શિબિર નો લાભ ઉઠાવ્યો હતો જેમાં શક્તિ સૂપર સી નાં પ્રમુખ ઝરણા બેન પટેલ તેમજ ઉપપ્રમુખ હેમાંગીબેન પટેલ સાથે નવસારી જિલ્લા ની તેમની ટીમે ઉપસ્થિત રહી અદ્ભુત સેવા પ્રદાન કરી હતી અને કાર્યક્રમ સફળતા પુર્વક સંપન્ન થયો તે બદલ એકતા ટ્રસ્ટ ને અભિનંદન પાઠવી આનંદ ની લાગણી વ્યક્ત કરી હતી
અહેવાલ: આરીફ શેખ (નવસારી)